મહિલા
સાથે મકાનના વેચાણના બહાને રૂ.12.26 લાખની છેતરાપિંડી
જામનગર,તા.18:
ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા હીરાભાઈ રામજીભાઈ
નકુમ નામના 58 વર્ષના શ્રમિક પોતાનું મોપેડ લઈને જામનગર પડાણા ગામના પાટીયા પાસેથી
પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી જીજે 36 એ આર 3352 નંબરની કારના
ચાલકે મોપેડને પાછળથી ઠોકર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં મોપેડ સવાર
રામજીભાઈ નકુમને ગંભીર ઈજા થતા મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના પુત્ર રાકેશ
હીરાભાઈ નકુમે મેઘપર પડાણા પોલીસમાં કારચાલક સામે ફરિયાદ નોંધાવતાં મેઘપર પોલીસે વધુ
તપાસ હાથ ધરી છે.
મહિલા
સાથે છેતરાપિંડી : જામનગરમાં સુભાષ માર્કેટ નજીક ચારણ ફળી વિસ્તારમાં રહેતી ગીતાબેન
કિરીટભાઈ ચૌહાણ નામની મહિલાએ પોતાની સાથે રૂ.12 લાખ 26 હજારની છેતરાપિંડી કરવા અંગે
સિક્કા પંચવટી સોસાયટીમાં રહેતા કાસમ દાઉદભાઈ કકલ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં
જણાવાયા અનુસાર ફરિયાદી મહિલાને આરોપી પાસે એક મકાન ખરીદ કરવું હતું. જે મકાન માટે
આરોપીને કટકે કટકે 12.26 લાખ જેટલી રકમ આપી દીધી હતી. તેમ છતાં મકાન માલિકે તે રકમ
પચાવી પાડી હતી અને મકાનના દસ્તાવેજ અથવા મકાનનો કબજો આપ્યો ન હતો અને વિશ્વાસઘાત તેમજ છેતરાપિંડી કરી હતી. જેથી સીટી એ. ડિવિઝન પોલીસ
મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.