લોકસભામાં રજૂ થયો આર્થિક સમિક્ષા રિપોર્ટ : 8.33 ટકાના વાર્ષિક વિકાસ દર સાથે કાઠું કાઢયું : સુરતને પ્રથમ ક્રમ
હૃષિકેશ
વ્યાસ
અમદાવાદ,
તા.29 : સમગ્ર દેશમાં ઝડપથી વિકસી રહેલા ટોપ-10
શહેરોમાં રાજકોટે સાતમું સ્થાન મેળવ્યું છે. આગામી દિવસોમાં રાજકોટ ગુજરાતના ગ્રોથ
એન્જિન તરીકે માન્યતા મેળવે તો કાંઈ નવાઈ પામવા જેવું નહીં રહે.
રાજકોટ
ગુજરાતનું ચોથા ક્રમનું સૌથી મોટું શહેર છે અને આજી નદીના કાંઠે વસેલું છે. આ શહેરની
સ્થાપના વિભોજી અજોજી જાડેજાએ કરી હતી. રાષ્ટ્રપિતા અને દેશને અંગ્રેજોની ગુલામીમાંથી
મુક્ત કરનારા મહાત્મા ગાંધીજીનો જન્મ આ શહેરમાં જ થયો હતો અને અહીં જ તેમણે પ્રાથમિક
શિક્ષણ લીધુ હતું. સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું આ શહેર વિકાસની દિશામાં હાલ આગેકૂચ કરી
રહ્યું છે. ભારતના ટોપ-10 શહેરોમાં રાજકોટ 8.33 ટકાના વાર્ષિક વિકાસ દર સાથે સાતમાં
નંબરે રહ્યું છે. આ શહેરમાં નાના-મોટા 15 લાખ આસપાસ ઉદ્યોગો છે.
ગુજરાતમાં
અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એવા 4 મહાનગરો મેટ્રો સિટી તરીકે ઓળખાય છે. જે વસતિ
અને વિકાસની દૃષ્ટિએ રાજ્યના મોખરાના મહાનગરો છે પરંતુ છેલ્લા એક દાયકા દરમ્યાન ગુજરાતના
સુરત અને રાજકોટ જેવી મેટ્રો સિટીએ ખાસ્સુ કાઠું કાઢ્યું છે. તાજેતરના ભારત સરકારના
આર્થિક સર્વેક્ષણ અને ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના ડેટા મુજબ, વર્ષ 2019-35 દરમિયાન વિશ્વના
સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં ભારતના ટોપ-10 શહેરોની યાદીમાં ગુજરાતના આ શહેરોએ મેદાન
માર્યું છે.
અહીં
નોંધનીય છે કે, વિશ્વમાં સૌથી વધુ ઝડપી વિકાસ પામનારા ટોપ-10 શહેરોમાં ભારતના જે
10 શહેરોનો સમાવેશ કરાયો છે, તેમાં પ્રથમ સુરત બીજે આગ્રા, ત્રીજે બેન્ગુલુરુ, 4થે
હૈદરાબાદ, ત્યાર બાદ નાગપુર, તિરુપુર, રાજકોટ, તિરુચીરાપલ્લી, ચેન્નાઈ અને 10મા નંબરે
વિજયવાડાનો સમાવેશ થાય છે.