અમરેલી, જેતલસર, તા.23 : ગુજરાતમાં ફરી એક વખત રેલવે ટ્રેક સાથે છેડછાડ કરીને નિર્દોષ મુસાફરોની જિંદગી જોખમમાં મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, અમરેલીના ચિતલ અને ખીજડિયા રેલવે સ્ટેશન વચ્ચે અજાણ્યા શખસો દ્વારા ટ્રેક પર પથ્થરો અને ફેન્સિંગના પોલ ગોઠવવામાં આવ્યા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટનાને પગલે રેલવે સુરક્ષા દળ (જછઙ)અને ગુપ્તચર એજન્સીઓ હરકતમાં આવી છે.
પ્રાપ્ત
વિગતો મુજબ ભાવનગરથી પોરબંદર જતી 59560 નંબરની પેસેન્જર ટ્રેન ગઈ કાલે ભાવનગરથી બપોરના
સાડા ત્રણ વાગ્યે પોરબંદર જવા રવાના થઈ હતી ત્યારે ટ્રેન ઉથલાવી હજારો માણસોના જીવ
જોખમમાં મૂકવા માટે ચિતલ અને ખીજડિયા સ્ટેશન વચ્ચે આવતી ફાટક પાસે કોઈ અજાણ્યા શખસ
દ્વારા મોટા પથ્થર અને સિમેન્ટ પોલ મૂકવામાં આવ્યા હતા, પરંતુ અચાનક ટ્રેનના લોકો પાઈલોટ
અરુણ કુમારની નઝર પડતા સમય સૂચકતા દાખવી ટ્રેનને રોકી દેવામાં અઆવી હતી. જેનાં પગલે
મોતીઓ દુર્ઘટના થતાં અટકી હતી, ત્યાર બાદ લોકો પાઇલોટ અરુણ કુમાર દ્વારા ટ્રેક ક્લીયર
કરાવી ફરી ટ્રેનને નિર્ધારિત સ્થળે પહોંચાડવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં લોકો પાઇલોટની
સતર્કતાનાં કારણે મોટી જાનહાની ટળી હતી. બનાવનાં પગલે રેલવે પોલીસ તથા ગુપ્તચર એજન્સીઓ
તપાસમાં જોડાઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.