• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

છૂટક મોંઘવારી 14 વર્ષનાં તળિયે

 

- ખાવા-પીવાની ચીજો, GST દરમાં ઘટાડો થતાં

0.25 ટકા : જો કે, સામાન્ય જણ હજુયે હેરાન

 

નવી દિલ્હી, તા. 12 : મોંઘવારી સામાન્ય માણસને મૂંઝવતી રહેતી સમસ્યા છે ત્યારે સરકારી આંખે આપણા દેશની છૂટક મોંઘવારી ઓક્ટોબરમાં ઘટીને 0.25 ટકા સાથે 14 વર્ષનાં તળિયે ચાલી ગઇ છે.

ખાસ કરીને ખાવા-પીવાની વસ્તુઓ, ફળ, શાકભાજીની કિંમતો સસ્તી થવાની સાથોસાથ જીએસટી દરમાં ધરખમ ઘટાડાનાં કારણે આ ઘટાડો આવ્યો હોવાનું કેન્દ્ર સરકારે બુધવારે આંકડા જારી કરતા કહ્યું હતું.

છૂટક મોંઘવારી 14 વર્ષની નીચી સપાટી પર આવી ગઇ છે. સપ્ટેમ્બરમાં 1.44 ટકા હતી, જે ઓક્ટોબરમાં 0.25 ટકા થઇ ગઇ છે. મોંઘવારીના બાસ્કેટમાં 50 ટકા યોગદાન ખાવા-પીવાની વસ્તુઓનું હોય છે, જેની મહિને દરમહિને મોંઘવારી માઇનસ 2.28માંથી માઇનસ 5.02 ટકા થઇ ગઇ છે.

ગ્રામીણ મોંઘવારી દર 1.07 ટકામાંથી ઘટીને માઇનસ 0.25 ટકા થઇ ગયો હતો. એ જ રીતે શહેરી મોંઘવારી દર 1.83માંથી ઘટીને 0.88 ટકા થઇ ગયો હતો. નાણાકીય વર્ષ 2025-26 દરમ્યાન સૌથી વધુ છૂટક મોંઘવારીનો દર 3.16 ટકા એપ્રિલ-2025માં હતો. રાષ્ટ્રીય આંકડા કાર્યાલયે વિગતો જારી કરતાં કહ્યું હતું કે, મુખ્યરૂપે જીએસટીના દરોમાં કરાયેલા ધરખમ ઘટાડાની અસર છૂટક મોંઘવારી પર પડી છે.

ઇ-પેપરના નવા શુલ્ક