ક્રાઈમ
બ્રાંચનો દરોડો : જૂનાગઢ અને માણાવદરના ચાર શખસની શોધખોળ
જૂનાગઢ,
તા.1ર: જૂનાગઢના દોલતપરામાં ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂ.6 લાખના
વિદેશી દારૂ ભરેલી કાર કબ્જે કરી ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
મળતી
વિગત મુજબ જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા
જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના પી.આઈ. કે.એમ.પટેલ સહિતના સ્ટાફે દરોડો પાડી રૂ.6,01,200ની
કિંમતની વિદેશી દારૂની 1968 બોટલ ભરેલી સ્વીફ્ટ કાર ઝડપી લી જૂનાગઢના રમેશ ઉર્ફે રોકી
ભારાઈ, સુનીલ ભારાઈ, કરણ ઉર્ફે કલીયો અને માણાવદરનો લખન ઈચ્છુડાની શોધખોળ હાથ ધરી છે.