• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

‘-તો ‘સર’ની પ્રક્રિયા રદ કરશું’

જઈંછને પડકારતી અરજીની સુનાવણીમાં સુપ્રીમે ચૂંટણીપંચ પાસે બે સપ્તાહમાં જવાબ માગ્યો

નવી દિલ્હી, તા. 11 : તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં મતદાતા યાદીનું વિશેષ પુન:નિરીક્ષણ (એસઆઈઆર)ને પડકારતી ડીએમકે, સીપીઆઈ (એમ), કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના નેતાઓ દ્વારા કરાયેલી અરજીઓ પર મંગળવારે સુપ્રીમ કોર્ટે હાથ ધરેલી સુનાવણીમાં કહ્યું હતું કે, રાજકીય દળોની આ પ્રકારની પ્રક્રિયાથી ડરવાની જરૂર નથી. અમને કોઈ ગરબડ જણાશે તો સંપૂર્ણ પ્રક્રિયા જ રદ કરી દેશું. આ અંગે ચૂંટણીપંચને બે સપ્તાહમાં જવાબ આપવા જણાવ્યું હતું.

એક મીડિયા હેવાલ મુજબ, જસ્ટિસ સૂર્યકાંત અને જોયમલ્ય બાગચીની ખંડપીઠે જણાવ્યું હતું કે, આ મામલે હાલ તુરંત મદ્રાસ હાઈકોર્ટ અને કલકત્તા હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પર અન્ય આદેશ સુધી રોક લગાવાય. સાથે જ એઆઈએડીએમકેની અરજીને પણ સૂચિબદ્ધ કરવા અનુમતી આપી હતી, જેમાં તામિલનાડુમાં ચાલી રહેલા ‘સર’ અભિયાનને સમર્થન અપાયું હતું.

સુનાવણી દરમિયાન, ડીએમકે તરફથી વરિષ્ઠ ધારાશાત્રી કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, આ પ્રક્રિયા ઉતાવળમાં અને વિના કોઈ નિશ્ચિત પ્રક્રિયા દ્વારા ચાલી રહી છે. સાથે જ નવેમ્બર-ડિસેમ્બરમાં તામિલનાડુમાં ઉત્તર-પૂર્વી ચોમાસામાં ભારે વરસાદ પડતો હોય છે અને તે દરમિયાન મહેસૂલી અધિકારી, જે બીએલઓ, ઈઆરઓ અને એઈઆરઓના રૂપમાં નિયત હોય છે, તે સમયે આ અધિકારીઓ પૂરના રાહતકાર્યોમાં વ્યસ્ત રહેતા હોય છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક