કોલકતા, તા.11: ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજને વિશ્વાસ છે કે શુક્રવારથી શરૂ થતી વર્લ્ડ ચેમ્પિયન આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં તેનો દેખાવ શાનદાર હશે. ભારતીય ટીમ ડબ્લ્યૂટીસી પોઇન્ટ ટેબલ પર હાલ ત્રીજા સ્થાને છે. ભારતે તાજેતરમાં ઘરઆંગણે વેસ્ટ ઇન્ડિઝને 2-0થી હાર આપી હતી અને એ પહેલા ઇંગ્લેન્ડમાં પ મેચની ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રો કરી હતી. બીજી તરફ ખિતાબ બચાવવા ઉતરેલી દ. આફ્રિકી ટીમે પાક. સામેની શ્રેણી 1-1થી ડ્રો કરી છે.
સિરાજે
કહ્યંy નવી શ્રેણી અને નવું ડબ્લ્યૂટીસી ચક્ર મહત્વનું છે. ખાસ કરીને એટલા માટે કે
દ. આફ્રિકા ચેમ્પિયન ટીમ છે. ભલે તે પાક. સામેની શ્રેણી ડ્રો કરી અહીં આવી હોય, પણ
અમે સારા ફોર્મ માટે અને જીત માટે તૈયાર છીએ. અમે ઈંગ્લેન્ડ સામે સારો દેખાવ કર્યો
હતો અને વિન્ડિઝ સામે જીત નોંધાવી હતી. ઇંગ્લેન્ડ સામે સિરાજના નામે સૌથી વધુ 23 વિકેટ
રહી હતી જ્યારે વિન્ડિઝ સામે 10 વિકેટ લીધી હતી.
સિરાજ
કહે છે કે હું સારા ફોર્મમાં છું. જેનો પૂરો ફાયદો લેવાની કોશિશ કરીશ. આફ્રિકા સામેના
પડકારનો સમાનો કરવા વાસ્તવમાં ઉત્સાહિત છું.