ટીમ
ઇન્ડિયાના આસિ. કોચ રેયાને અટકળોને વિરામ આપ્યો
કોલકતા,
તા.12: પ્રવાસી ટીમ દ. આફ્રિકા અને ભારત વચ્ચેનો પ્રથમ ટેસ્ટ શુક્રવારથી અહીંના વિખ્યાત
ઇડન ગાર્ડન સ્ટેડિયમ પર થઇ રહ્યો છે. ભારતના આ સૌથી જૂના ક્રિકેટ સ્ટેડિયમ પર 6 વર્ષ
બાદ ટેસ્ટ રમાશે. આથી દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય ટીમમાં નિયમિત
વિકેટકીપર ઋષભ પંતની વાપસી થઇ છે. જે ઇંગ્લેન્ડ સામેના ચોથા ટેસ્ટની ઇજા પછી મેદાન
બહાર હતો. પંતની અનુપસ્થિતિમાં વિકેટકીપરની ભૂમિકા નિભાવનાર ધ્રુવ જુરેલ શાનદાર ફોર્મમાં
છે. આથી ટીમ મેનેજમેન્ટ સામે દુવિધા છે કે પંત અને જુરેલમાંથી ઇલેવનમાં કોને સ્થાન
આપવું.
ધ્રુવ
જુરેલે ગત સપ્તાન સાઉથ આફ્રિકા એ સામેના બીજા બિન સત્તાવાર ટેસ્ટ મેચના બન્ને દાવમાં
સદી કરી હતી. જયારે પંત પણ સફળ વાપસી કરી ચૂકયો છે. તેણે પણ ભારત એ ટીમ તરફથી શાનદાર
દેખાવ કર્યો છે. આથી ટીમ ઇન્ડિયાએ બન્ને વિકેટકીપર ઋષભ પંત અને ધ્રુવ જુરેલને ઇલેવનમાં
સ્થાન આપવાનું નિશ્ચિત કરી લીધું છે.
આજે
ટીમ ઇન્ડિયા તરફથી પ્રેસ કોન્ફરન્સમાં આસિ. કોચ રેયાન ટેન ડોસ્કેટ ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે જણાવ્યું કે જુરેલ અને પંત બન્ને કોલકતા ટેસ્ટની ઇલેવનના હિસ્સા હશે. જો કે તેમણે
એ સ્પષ્ટ ન કર્યું કે વિકેટકીપરની ભૂમિકામાં કોણ હશે અને કોણ ફકત બેટસમેનના રૂપમાં
સામેલ થશે. તેમણે કહ્યંy હું નથી માનતો તેને (જુરેલ) બહાર રખાશે. પાછલા 6 મહિનાથી તે
શાનદાર દેખાવ કરી રહ્યો છે અને ગત સપ્તાહમાં બેંગ્લુરુમાં બે સદી કરી છે. આથી તેનું
આ સપ્તાહે રમવું નિશ્ચિત છે.
આસિ.
કોચ રેયાને ઇલેવનના બોલિંગ આક્રમણ વિશેના સવાલ પર ચિત્ર સ્પષ્ટ કર્યું ન હતું. તેમણે
કહ્યંy મારા માટી વાશી (વોશિંગ્ટન સુંદર), અક્ષર અને જડ્ડુ ત્રણેય બેટર પણ છે. જેથી
ટીમ સંતુલિત બને છે.