• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

કોલકતા ટેસ્ટનો ટોસ ખાસ : સિક્કાની એક તરફ મહાત્મા ગાંધી અને બીજી તરફ...

કોલકતા, તા.11: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેનો પહેલો ટેસ્ટ શુક્રવારથી ઇડન ગાર્ડન સ્ટેડિયમ પર શરૂ થશે. 6 વર્ષના ઇંતઝાર પછી આ સ્ટેડિયમ પર ટેસ્ટ ક્રિકેટની વાપસી થઇ છે. આ ટેસ્ટ મેચમાં ટોસ પણ ખાસ બની રહેશે કારણ કે પહેલીવાર એક ખાસ પ્રકારનો સિક્કો ટોસ વખતે ઉપયોગમાં લેવાશે. ભારત અને આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીનું નામ કોઇ ક્રિકેટર પર નથી, પણ બન્ને દેશના મહાન નેતા પર છે. આ સિરીઝને ગાંધી-મંડેલા ટ્રોફીથી જાણવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને દ. આફ્રિકાના મહાન નેતા નેલ્સન મંડેલાના નામ પર અને તેમના સન્માનમાં આ ટ્રોફીનું નામકરણ થયું હતું. હવે એવું જાણવા મળે છે કે કોલકતા ટેસ્ટ દરમિયાન ટોસ વખતે જે સિક્કો ઉછાળવામાં આવશે તેમાં એક તરફ મહાત્મા ગાંધી અને બીજી તરફ નેલ્સન મંડેલાની તસવીર હશે. ઇડન ગાર્ડન ભારતનું સૌથી જૂનું ક્રિકેટ મેદાન છે. જ્યાં સૌથી વધુ 42 ટેસ્ટ મેચ રમાયા છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક