ભારતીય
યુવા ટીમમાં અભિષેક, તિલક, ઇશાન, અર્શદીપ સામેલ
નિરંજન
શાહ સ્ટેડિયમમાં દર્શકોને વિના મૂલ્યે પ્રવેશ
રાજકોટ
તા.12: ભારત અને દક્ષિણ આફ્રિકા એ ટીમ વચ્ચેની ત્રણ મેચની વન ડે શ્રેણીનો ગુરૂવારથી
રાજકોટમાં પ્રારંભ થશે. શ્રેણીના ત્રણેય મેચ નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય
ટીમમાં અભિષેક શર્મા, તિલક વર્મા, ઇશાન કિશન, ઋતરાજ ગાયકવાડ,અર્શદીપ સિંઘ, પ્રસિધ્ધ
કૃષ્ણા અને હર્ષિત રાણા સહિત ટીમ ઇન્ડિયાના સ્ટાર યુવા ખેલાડી સામેલ છે. આથી ચાહકોમાં
આ વન ડે શ્રેણીને લઇને સારો ઉત્સાહ જોવ મળી રહ્યો છે. આજે બન્ને ટીમના ખેલાડીઓએ જોરદાર
નેટ પ્રેકટીસ કરી હતી. આફ્રિકીની એ ટીમમાં કોઇ જાણીતા ખેલાડી નથી. જો કે આ ટીમમાં ઘણા
પ્રતિભાશાળી અને યુવા ખેલાડીઓ છે. આફ્રિકા એ ટીમે ગત સપ્તાહે બેંગ્લુરુમાં બીજા ચાર
દિવસીય મેચમાં ભારત સામે 417 રનનો વિજય લક્ષ્ય ચેઝ કરી જીત મેળવી હતી.
ત્રણેય
મેચમાં નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે દર્શકોને વિના મૂલ્યે પ્રવેશ મળશે. ત્રણેય વન ડે મેચડે/નાઇટ
છે. આથી બપોરે 1-30થી શરૂ થશે. જેનું જીવંત પ્રસારણ જિઓ-હોસ્ટટાર પર થશે. ટીવી પર સ્ટાર
સ્પોર્ટસ ચેનલ પર જોવ મળશે. ઇન્ડિયા એ અને આફ્રિકા એ ટીમ વચ્ચેની 3 મેચની વન ડે શ્રેણીના
મેચ 13, 16 અને 19મીએ રમાશે.