રૂ.100
કરોડના ખર્ચે 40 હજાર વાર જમીનમાં ભવ્ય ભવન નિર્માણ પામશે
રાજકોટ,
તા.27 : રાજકોટના કણકોટમાં લાભુભાઈ એન્જિનિયારિંગ કોલેજ સામે રૂ.100 કરોડના ખર્ચે
40 હજાર વાર જમીનમાં સરદારધાનું ભવન બનવાનું છે. આ નિર્માણ પામનાર કેમ્પસનું ભુમિપૂજન
શાસ્ત્રોક્ત વિધિથી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું હતુ.
રાજ્યના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટ ખાતેના વિવિધ
કાર્યક્રમોમાં સામેલ થવા હીરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં મેયર નયનાબેન
પેઢડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, રમેશભાઈ
ટીલાળા, ઉદય કાનગડ, અગ્રણી માધવ દવે સહિતના મહાનુભાવો અને અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીનું
ભાવભીનું સ્વાગત કરાયું હતું. મુખ્યમંત્રી પટેલ બપોરે એક ખાનગી સંસ્થાના કાર્યક્રમમાં
હાજર રહ્યાં હતા ત્યારબાદ કણકોટમાં નિર્માણ પામનાર સરદારધામનું ભૂમિપૂજન કરવા પહોચ્યા
હતા. કણકોટ ખાતે કુલ 40 હજાર વાર જગ્યામાં સરદારધામ કેમ્પસનું નિર્માણ કરવામાં આવશે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, મેયર નયનાબેન
પેઢડિયા, સાંસદ પરસોતમ રૂપાલા, ધારાસભ્યો સહિતના અગ્રણીઓ તેમજ ડીસીપી જગદીશ બાંગરવા,
અધિક નિવાસી કલેક્ટર એ.કે.ગૌતમ, રૂડાના ચેરમેન જી.વી.મિયાણી સહિત ટ્રસ્ટીઓ અને આગેવાનો
ઉપસ્થિત રહ્યાં હતાં.