સુરેન્દ્રનગર, તા.20: રાજ્યમાં નશીલા પદાર્થોના વેપાર સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ રાજકોટ ઝોને સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વિસ્તારમાં સફળ કાર્યવાહી હાથ ધરી 51 કિલો 500 ગ્રામ પોશડોડાના જથ્થા સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડયા છે. ઝડપાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ. 7.87 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.
થાનગઢ વિસ્તારમાં નાર્કોટિક્સ
પદાર્થોના હેરફેર અંગે ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે થાનગઢ રેલવે સ્ટેશન નજીક
સ્મશાન પાસે આવેલી લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની બંધ દુકાન નજીક વોચ ગોઠવી દરોડો પાડવામાં
આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી મધ્યપ્રદેશના
ઝાબુઆ જિલ્લાના રહેવાસી રાહ્નલ દલવાસિંગ પારગી (ઉં.21), પુષ્પા દલવાસિંગ પારગી (ઉં.45),
દલવાસિંગ પારગી તેમજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ગુંદાળા ગામના રહેવાસી ખીમાભાઈ
વાલજીભાઈ સાપરા સહિત અન્ય બે શખ્સો સોમભાઈ અને વિનુને ઝડપી પાડયા હતા.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે દલવાસિંગ પારગી
દ્વારા પોશડોડાનો જથ્થો અન્ય આરોપીઓને પહોંચાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આરોપીઓ
દ્વારા તેને આગળ સપ્લાય કરવાની કામગીરી કરવામાં આવતી હતી. દરોડા દરમિયાન પોલીસે
51.5 કિલો પોશડોડાનો જથ્થો, બે મોબાઇલ ફોન અને બે રેલવે ટિકિટ સહિત કુલ રૂ.
7,87,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.