• મંગળવાર, 23 જૂન, 2026

અમેરિકામાં બોઈંગ વિમાનમાં મોટી દુર્ઘટના ટળી

લેંડિંગ ગિયર ફેઈલ,            વિમાનમાં આગ ભભૂકી: તમામ મુસાફરોને અફરાતફરી વચ્ચે સ્લાઈડરથી ઉગારાયા

નવીદિલ્હી, તા.27: અમદાવાદમાં ભીષણ અકસ્માતનો ભોગ બનેલા એર ઈન્ડિયાનાં વિમાન બાદ ફરી એકવાર પ્લેન ઉત્પાદક કંપની બોઈંગ દુનિયાનાં ધ્યાનનાં કેન્દ્રમાં આવી ગઈ છે. શનિવારે અમેરિકાનાં ડેનવર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર અમેરિકન એરલાઈન્સનું વિમાન બોઈંગ 737 મેક્સ-8 ઉડાન ભરે તે પહેલા જ તેમાં આગ ભડકી ગઈ હતી અને તેનાં હિસાબે વિમાનનાં ચાલકદળ અને યાત્રીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. ચાલક દળ અને તમામ ઉતારુઓ સહિત કુલ 173 લોકોને ઈમરજન્સી સ્લાઈડરની મદદથી તાબડતોબ સલામત રીતે વિમાનમાં ઉતારી લેવામાં સફળતા મળતાં મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ હતી.

જાણવા મળેલી વિગતો અનુસાર આ વિમાન મિયામી જઈ રહ્યું હતું અને ટેક ઓફ દરમિયાન વિમાનનું લેંડિંગ ગિયર ફેઈલ થઈ ગયું હતું અને વિમાનનાં પાછળનાં હિસ્સામાં આગ ભડકી ગઈ હતી. ત્યારબાદ વિમાનમાં મચેલી નાસભાગમાં 6 લોકોને સામાન્ય ઈજાઓ પણ થઈ હતી. વિમાનનાં ટાયરમાં પણ ટેકનિકલ ખામી જોવા મળી હતી.

 

 

 

‘ઈન્ડિયા એટલે ભારત ખરું પણ ભારત તો ભારત જ છે’

સંઘનાં વડા મોહન ભાગવતે દેશનાં નામ માટે રાખ્યો આગ્રહ

કોચી, તા.27: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે જોડાયેલા શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ દ્વારા યોજવામાં આવેલા એક કાર્યક્રમને સંબોધતા આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે, દુનિયા તાકાતની ભાષા સમજે છે, તેથી ભારતે આર્થિક રીતે શક્તિશાળી અને સમૃદ્ધ બનવું પડશે. મોહન ભાગવતે વધુમાં કહ્યું કે ભારતીય શિક્ષણ બલિદાન અને અન્ય લોકો માટે જીવવાનું શીખવે છે. શિક્ષણ એવું હોવું જોઈએ કે જે વ્યક્તિને ગમે ત્યાં પોતાની રીતે ટકી રહેવામાં મદદ કરે.

કેરળમાં આરએસએસના વડા મોહન ભાગવતે ભારતના નામ ઉપર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારત એક વ્યક્તિલક્ષી સંજ્ઞા છે અને તેનો અનુવાદ થવો જોઈએ નહીં. તેમણે એમ પણ કહ્યું કે આપણે બોલતી-લખતી વખતે ભારતને ભારત તરીકે જ રાખવું જોઈએ.  તેમણે ભારતની ઓળખ જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, ઈન્ડિયા એટલે ભારત સાચુ છે પણ ભારત તો ભારત જ છે. તેથી, લખતી-બોલતી વખતે આપણે ભારતને ભારત તરીકે રાખવું જોઈએ.

આરએસએસના વડા મોહન ભાગવત માને છે કે ‘ભારત’ ની ઓળખનું સન્માન કરવામાં આવે છે કારણ કે તે ‘ભારત’ છે. તેમણે કહ્યું હતું કે, જો તમે તમારી ઓળખ ગુમાવશો તો તમારા બાકીના ગુણોની કોઈ કિંમત નહીં રહે. તમને દુનિયામાં સન્માન અને સુરક્ષા નહીં મળે.

મોહન ભાગવતે કહ્યું હતું કે વિકસિત ભારત, વિશ્વ ગુરુ ભારત, અત્યારે પણ યુદ્ધ નહીં કરે, ક્યારેય શોષણ નહીં કરે.  અમે મેક્સિકોથી સાઇબેરિયા ગયા છીએ, અમે ચાલ્યા છીએ, અમે નાની બોટમાં ગયા છીએ.  અમે કોઈના પ્રદેશ પર આક્રમણ કરીને તેનો નાશ કર્યો નથી.  અમે કોઈનું રાજ્ય છીનવી લીધું નથી.

 અમે દરેકને સંસ્કૃતિ શીખવી હતી.  તમે ભારતીય જ્ઞાનની પરંપરા જુઓ, પરંપરા તે સત્યમાં મૂળ ધરાવે છે.  સમગ્ર વિશ્વની એકતાનું સત્ય. મોહન ભાગવતે કહ્યું કે શિક્ષણ મેળવવા પાછળનો એક નાનો હેતુ એ છે કે તમે તમારા જીવનમાં એકલા ઊભા રહી શકો અને તમારા પરિવારને એકજૂથ રાખી શકો.

 

ઇ-પેપરના નવા શુલ્ક