જૂનાગઢ, તા.ર6: જૂનાગઢના બુટલેગર ધીરેન અમૃતલાલ સામે ગુજસીકોટ હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસ તપાસમાં તેનો પુત્ર દારૂનો ધંધો સંભાળતો હોવાનું બહાર આવતા તેની સામે ગુજસીટોકનો ગુનો નોંધી ધીરેન કારીયાના પુત્ર સહિત બે શખસોને ઠગાઈથી મેળવેલા 1001 સીમકાર્ડ સાથે ઝડપી લીધા હતા.
બોગસ
સીમકાર્ડના આંતર રાજ્યવ્યાપી રેકેટની તપાસ કરાતા તેમાં ધીરેન કારીયાના પત્ની અને પૂર્વ
કોર્પોરેટર નિશાબેન ઉપરાંત આંધ્રપ્રદેશના વિજયવાડાના ભરથ અંબુલા, ઓડીશાના ચંદનકુમાર
મોહંતી, વડોદરાના સંદિપ ઉર્ફે બંટી જગદીશ અઢીયાની સંડોવણી બહાર આવી હતી.
આ
સાથે તપાસનીશ પોલીસ અધિકારીએ ચારેય સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ઝડપી લેવા એસ.ઓ.જી.
પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે ઝડપાયેલ ભરત પરમાર રે.અમીપુરા અને પરમ ધીરેન
કારીયાને આવતીકાલ રાજકોટની ખાસ ગુજસીટોક કોર્ટમાં રજૂ કરાશે. પરમ કારીયાના મોબાઈલમાં
વપરાતા સીમકાર્ડની તપાસ કરતા તેના મામા સંદીપ ઉર્ફે બંટી અઢીયા દ્વારા બહારના રાજ્યના
ત્રણ સીમકાર્ડ ધરમ ઉર્ફે ધવલ વૃંદાવન રતીલાલ અઢીયા રે.જૂનાગઢવાળાએ મોકલેલ હતા. તે પોલીસે
કબજે કર્યા હતા.
ધીરેન
કારીયાને પોલીસ પક્કડથી દૂર રાખવા તેની પત્ની નિશા તેનો પુત્ર પરમ બીજા રાજ્યોના ઠગાઈથી
મેળવેલા સીમકાર્ડ તેના કૌટુંબિકભાઈ સંદીપ ઉર્ફે બંટી વડોદરાવાળા મારફત ભરત શંકર પરમાર
પાસેથી મેળવ્યા હતા. છ કાર્ડ પૈકી એક કાર્ડ નિશાબેનએ પોતાના મોબાઈલમાં રાખવા સંદીપ
પાસેથી મંગાવ્યું હતું. નિશાબેનએ મેળવેલ કોર્ટમાંથી ગુજસીટોકમાં ફરાર પતિ ધીરેન કારીયાને
વોટ્સએપ નંબર ચાલુ કરી ગેરકાયદેસર પ્રવૃતિમાં ઉપયોગ કરવા મદદ કર્યાનું બહાર આવ્યું
હતું. તેમજ ભરત પાસેથી પોલીસે 1001 એક્ટીવેટેડ સીમકાર્ડ કબ્જે કર્યા હતા. આ તમામ સામે
જૂનાગઢ ‘બી’ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો છે.