• મંગળવાર, 15 જુલાઈ, 2025

રાજ્યસભામાં આગામી વર્ષે નિવૃત્ત થશે 75 સાંસદ

-મલ્લીકાર્જુન ખડગે, એચડી દેવેગૌડા સહિતના મોટા નેતાઓ સામેલ

નવી દિલ્હી, તા. 14 : દેશમાં ફરી એક વખત રાજકીય પારો ઉપર ચડવાનો છે. એક તરફ બિહારમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી ચાલી રહી છે તો બીજી તરફ રાજ્યસભામાં મોટી ફેરબદલ થવાની છે. નવેમ્બરથી એપ્રિલ 2026 વચ્ચે ઘણા મોટા નેતાઓ રાજ્યસભાથી નિવૃત્ત થવાના છે. જેનાથી રાજ્યસભાની 70થી વધારે સીટ ખાલી થઈ જશે.

રાજ્યસભામાંથી નિવૃત્ત થનારા નેતાઓની યાદીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે, પૂર્વ પીએમ એચડી દેવેગૌડા, એનસીપી પ્રમુખ શરદ પવાર, ભાજપ નેતા હરદીપ પુરી, જેડીયુ સાંસદ હરીવંશ, સપા સાંસદ રામ ગોપાલ યાદવ, કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ, કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે, પ્રિયંકા ચતુર્વેદી અને આરએલડી નેતા ઉપેન્દ્ર કુશવાહા જેવા મોટા નેતાના નામ સામેલ છે.આ તમામ બેઠકોને ભરવા માટે રાજ્યોમાં ચૂંટણી થશે. રાજ્યસભામાં કુલ 75 સીટ ખાલી થવાની છે. જે ભરવા માટે કવાયત હાથ ધરવામાં આવશે.

2026મા નેતાઓ નિવૃત્ત થતા પહેલા મોનસુન સત્ર શરૂ થયાના ત્રણ દિવસ બાદ 24 જુલાઈના રોજ જ ડીએમકેના વિલ્સન અને પીએમકેના અંબુમણી રામદાસ નિવૃત થશે. આ ઉપરાંત ખડગે 25 જૂન 2026ના નિવૃત્ત થશે. એચડી દેવેગૌડા અને હરિવંશ 9 એપ્રિલ 2026ના નિવૃત્ત થશે. એનસીપી નેતા શરદ પવાર પણ એપ્રિલમાં જ નિવૃત્ત થવાના છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક