લંડન, તા.14: ઇંગ્લેન્ડના ઓપનિંગ બેટર બેન ડકેટની વિકેટ લીધા પછી ઉગ્ર રીતે જશ્ન મનાવવા અને શારીરિક સંપર્ક માટે ભારતીય બોલર મોહમ્મદ સિરાજ પર મેચની ફીનો 1પ ટકાનો દંડ થયો છે. આ ઉપરાંત સિરાજના ખાતામાં એક ડિમેરિટ પોઇન્ટનો પણ ઉમેરો થયો છે. 24 મહિનામાં સિરાજ પર આ પ્રકારની બીજીવાર કાર્યવાહી થઇ છે. આઇસીસીની વિજ્ઞપ્તિમાં જણાવવામાં આવ્યું છે કે બેટરને આઉટ કર્યાં બાદ મોહમ્મદ સિરાજ ફોલો થ્રુમાં ધસી ગયો હતો. તેણે બેટધર સમક્ષ ઉગ્ર જશ્ન મનાવ્યો હતો અને પેવેલિયન ભેગા થવા માટે ખભાની ટકકર મારી હતી.