ભરૂડી ટોલનાકે વાહનોની લાઈન : હાઈવે ઉપર સુરક્ષા-ટ્રાફિક વ્યવસ્થાપનના અભાવ બદલ NHAIએ 25 લાખનો દંડ ફટકાર્યે
સાતેક
દિવસમાં ચરખડી તેમજ દસેક દિવસમાં ગોમટા ખાતેનો બ્રિજ ખુલ્લો મુકાશે, ઓક્ટોબરમાં વધુ
બે-ત્રણ બ્રિજ ખુલ્લા મુકવાનું આયોજન
રાજકોટ,
તા.13 : રાજકોટ-જેતપુર નેશનલ હાઈવેના છ લેનના વિકાસ કામની ગતિ અને ગુણવત્તા પર સવાલો
ઉઠી રહ્યા છે, જેના કારણે સ્થાનિક લોકો અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો
છે. આ 67 કિમી લાંબા હાઈવેનું કામ લગભગ બે વર્ષ પહેલા શરૂ થયું હતું, પરંતુ અત્યારસુધીમાં
માત્ર 21 કિ.મી. જ કામ પુરુ થયું છે. ખરાબ રસ્તાને કારણે ભારે ટ્રાફિક જામ અને અકસ્માતની
ઘટનાઓમાં વધારો થયો છે, જેની લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. દરમિયાન નેશનલ
હાઈવે ઓથોરીટીએ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાપનના અભાવ બદલ હાઈવેનું કામ કરતી એજન્સીને
રૂ.25 લાખનો દંડ ફટકાર્યો છે. આ સાથે કામગીરીની સમીક્ષા અને સુધારણા માટે સૂચના પણ
અપાઈ છે. જો કામમાં સુધારો નહીં થાય તો વધુ કડક પગલાં લેવાની પણ શક્યતા છે.
નેશનલ
હાઈવે ઓથોરીટી-રાજકોટના પ્રોજેક્ટ ડાયરેક્ટર હરમેન્દરસિંઘે કહ્યું હતુ કે, રાજકોટ-જેતપુર
નેશનલ હાઈવેની કામગીરીમાં ટ્રાફિક સમસ્યા અને લોકોની સુરક્ષા સંદર્ભે અનેક પ્રશ્નો
ઉઠી રહ્યાં હતા. જેને ધ્યાને લઈને કામ કરતી ઈપીઆઈએલ અને વરા કંપનીને રૂ.25 લાખનો દંડ
કરાયો છે. ઉપરાંત અત્યારે વીરપુર પાસેનો બ્રીજ ખુલ્લો મુકી દેવાયો છે અને હવે આગામી
સાતેક દિવસમાં ચરખડી તેમજ દસેક દિવસમાં ગોમટા ખાતેનો બ્રીજ ખુલ્લો મુકવામાં આવશે. ત્યારબાદ
ઓક્ટોબરમાં વધુ બે-ત્રણ બ્રીજ ખુલ્લા મુકવાનું આયોજન છે. તેમજ ડિસેમ્બર સુધીમાં મોટાભાગના
બ્રીજ વાહનવ્યવહાર માટે ખુલ્લા મુકાઈ જાય તે ગતિથી કામગીરી કરાવાઈ રહી છે. આ ઉપરાંત
પીપળીયા પાસે ટ્રાફિક નિવારણ માટે છેલ્લા ત્રણેક દિવસથી ગામડા તરફથી આવતા ટ્રાફીક ઉપર
બુમ બેરીયર લગાવી દેવાયા છે. જેમાં પહેલા હાઈવેના ટ્રાફિકને પ્રથામિકતા આપવામાં આવી
રહી છે. અત્યારે ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવી ગયો છે.
------
જ્યાં
સુધી કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ટોલ નહીં વધારાય
ટોલ
ટેક્સની ઉઘરાણી અંગે હરમેન્દરસિંઘે ઉમેર્યુ હતુ કે, માર્ચ-2025માં ટોલ 25 ટકા ઘટાડી
દેવાયો છે. વધુમાં દર વર્ષે ડબલ્યુપીઆઈ મુજબ ટોલમાં વધારો કરવામાં આવતો હોય છે. પરંતુ
જ્યાં સુધી રાજકોટ-જેતપુર હાઈવેનું કામ પૂર્ણ નહી થાય ત્યાં સુધી ટોલમાં કોઈ પ્રકારનો
વધારો થશે નહી અને 100 ટકા ટોલની વસુલાત પણ તમામ કામ પૂર્ણ થયા પછી જ લેવામાં આવશે.
------
NHAIના દાવા પછી પણ ભરૂડી ટોલનાકે
બે કિ.મી. ટ્રાફિક જામ
ટ્રાફિક
ઝડપથી ક્લિઅર કરાવવા ટોલ ટેક્સ બંધ કરવાની વિનંતી છતાં ઉઘરાણા ચાલુ રાખ્યા : કોંગ્રેસ
ચક્કાજામ કરશે
રાજકોટ-જેતપુર
હાઈવે ઉપર જે સ્થળે ટ્રાફિકની સમસ્યા હતી ત્યાં પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટીના કર્મચારીઓ
મુક્યાં હોવાનો દાવો પ્રોજેક્ટ ડાયરેક્ટર હરમેન્દરસિંઘે કર્યો હતો. પરંતુ આજે રવિવારની
રજાને કારણે હાઈવે ઉપર અનેક સ્થળે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી, પરંતુ સમસ્યાના નિવારણ
અર્થે કોઈ સરકારી અધિકારી ક્યાંય ન હોવાનું સામે આવ્યું હતું. તેમાંય ભરૂડી ટોલનાકે
તો બે-ત્રણ કિ.મી.નો ટ્રાફિકજામ થઈ ગયો હતો. જેથી ટ્રાફિક ઝડપથી ક્લિઅર કરાવવા ટોલ
ટેક્સ બંધ કરવાની વિનંતી કરવા છતાં ઉઘરાણા ચાલુ રખાયા હતા. આજે જૂનાગઢથી રાજકોટ આવતી
વેળાએ અનુભવેલી વ્યથા અંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપુતે કહ્યું
હતું કે, પાંચ વાગ્યે અમે ભરૂડી ટોલનાકાથી બે કિ.મી. લાંબા ટ્રાફિકમાં ફસાયા હતા. એકાદ
કલાકનો ટ્રાફિક વિંધીને ટોલ ભરીને આગળ વધ્યા ત્યાં ફરી એકાદ કિ.મી.નો લાંબો ટ્રાફિકજામ
હતો. એ સમયે ત્યાં હાજર નેશનલ હાઈવે ઓથોરિટીના કર્મચારી સાથે વાત કરતા ટ્રાફિક સમસ્યાના
ઉકેલ માટે કોઈ વ્યવસ્થા ન હોવાનું કહેવાયું હતુ. બાદમાં પ્રોજેક્ટ ડાયરેક્ટ હરમેન્દરસિંઘનું
ટેલીફોનીક ધ્યાન દોર્યુ કે, જ્યાં સુધી ટ્રાફિક ક્લિઅર ન થાય ત્યાં સુધી ટોલબુથ પરના
બેરીકેટ ખુલ્લા મુકી દેવા જોઈએ. પરંતુ તેઓએ વાહનચાલકોની સમસ્યા ઉકેલવાને બદલે બે-ત્રણ
કિ.મી. ફરીને જવું પડે તેવા વૈકલપીક રસ્તા અંગે વણમાગી સલાહ આપી હતી. આ સમસ્યા કાયમીની
હોવાનું આસપાસના દુકાનધારકો પણ કહી રહ્યાં હતા. વાહનચાલકો ખુબ હેરાન થઈ રહ્યાં છે,
કોઈ એમ્બ્યુલન્સ ફસાઈ જાય અને કોઈનો જીવ જતો હોય તો પણ નેશનલ હાઈવે ઓથોરીટી ટોલ ઉઘરાવાનું
બંધ નહીં કરે તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. જેથી હવે આગામી બે-ચાર દિવસમાં જ રાજકોટ-જેતપુર
હાઈવે ઉપર ચક્કાજામ કરવામાં આવશે.