• મંગળવાર, 15 જુલાઈ, 2025

કલબ વિશ્વ કપ ફૂટબોલમાં ચેલ્સી ચેમ્પિયન ફાઇનલમાં ઙજઋ સામે 3-0 ગોલથી વિજય

ઇસ્ટ રૂધરફોર્ડ (અમેરિકા), તા.14: ફોરવર્ડ ખેલાડી કોલ પામરના બે શાનદાર ગોલની મદદથી કલબ વિશ્વ કપ ફૂટબોલ ટૂર્નામેન્ટના ફાઇનલમાં પેરિસ સેંટ જર્મેન (પીએસજી)ને 3-0થી હાર આપી ચેલ્સી ટીમ ચેમ્પિયન બની છે. કલબ વિશ્વ કપ ફૂટબોલમાં ચેલ્સીએ બીજીવાર ખિતાબ જીત્યો છે. ચેલ્સી તરફથી ફાઇનલમાં કોલ પામરે 22મી અને 30મી મિનિટે ગોલ કર્યાં હતા જ્યારે જોઆઓ પેડ્રોએ 43મી મિનિટે ગોલ કર્યો હતો. પહેલા હાફમાં ચેલ્સીએ પીએસજી વિરુદ્ધ 3-0ની સરસાઇ મેળવી લીધી હતી. જે અંત સુધી જળવાઇ રહી હતી. પીએસજીએ અંતિમ મિનિટોમાં 10 ખેલાડી સાથે રમવું પડયું હતું. કારણ કે 84મી મિનિટે તેના ખેલાડી નેવેસે ચેલ્સીના માર્ક કુકુરેલાના વાળ ખેંચ્યા હતા. આથી રેફરીએ રેડ કાર્ડ બતાવી મેદાન બહાર કરી દીધો હતો. ચેમ્પિયન્સ લીગમાં ખિતાબ જીતનાર પીએસજી કલબ વિશ્વ કપનો ખિતાબ જીતી શકી ન હતી.

વિજેતા ટીમ ચેલ્સીને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તે ટ્રોફી એનાયત થઇ હતી. ચેલ્સી ટીમના જશ્ન દરમિયાન ટ્રમ્પ સ્ટેજ પરથી ઉતર્યાં ન હતા. જેની ટીકા થઇ રહી છે

ઇ-પેપરના નવા શુલ્ક