• મંગળવાર, 15 જુલાઈ, 2025

તળાજા હાઇવે પરથી 14.74 લાખનો દારૂ ભરેલા ટ્રક સાથે બેને દબોચી લેતી પોલીસ

સેલવાસના સપ્લાયરની શોધખોળ: બે આરોપી રિમાન્ડ પર

તળાજા, તા.14: સેલવાસથી દારૂ ભરેલો ટ્રક છેક તળાજા નજીક પહોંચ્યા બાદ નેશનલ હાઇવે પર ઝડપી લેવામં દાઠા પોલીસને  સફળતા મળી છે. સેલવાસથી તળાજા સુધીમાં અનેક પોલીસ મથકની હદ વટાવીને પહોંચી ગયો હતો. જે દર્શાવે છે કે રાજ્યની સલામતીમાં ક્યાંક છીંડા છે. પોલીસે ટ્રક, મોબાઇલ મળી કુલ રૂ.29,83,600ના મુદ્દામાલ સાથે ઝડપાયેલા બે ખેપિયાઓને કોર્ટમાં રજૂ કરી દિવસ ત્રણના રિમાન્ડ મેળવ્યા છે. દાઠા પો.સ્ટે.ના હેડ. કો. મહેન્દ્રસિંહ રૂપસિંહ સરવૈયાએ નોંધાવેલ ફરિયાદ મુજબ ગતરાત્રે નેશનલ હાઇવે પર  પેટ્રોલીંગમાં હતા. તે સમયે મળેલી બાતમી આધારે પસાર થતા ટ્રકને અટકાવી તલાશી લેતા વિલાયતી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ 2496 જેની કિંમત રૂ.14,73,600નો મળી આવતા ટ્રક ડ્રાઇવર મેહુલ અશોક પાંગળા તથા કલીનર નિલ જેઠા પાંગળ રે. બંને નાની રાજસ્થળીનાને ઝડપી લઇ રૂ.29,83,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ સમક્ષ પોપટ બનેલ  ઇસમોએ આ ટ્રકમાં સાંજણાસર ગામના રાજુ વાસુરભાઇ વાઘોશીએ સેલવાસથી તેમના જાણીતા વ્યક્તિ દ્વારા દારૂ ભરાવ્યો હતો. કોને ક્યાં કેટલો દેવાનો હતો એ ખબર નથી.

પોલીસે સપ્લાયર રાજુ વાઘોશીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. પો.સ.ઇ. ચેતન મકવાણાએ ખેપિયા મેહુલ પાંગળ અને અનિલ પાંગળને તળાજા કોર્ટમાં રજુ કરી ત્રણ દિવસની રિમાન્ડ મેળવ્યા છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક