કપ્તાન આયુષની સદી ઉપરાંત અભિજ્ઞાનના 90 અને અમ્બ્રિશના 85
બેકેનહમ
(ઇંગ્લેન્ડ), તા.13: કપ્તાન આયુષ મ્હાત્રેની સદી (102), વિહાન મલ્હોત્રાના 67 રન, અભિજ્ઞાન
કુંડુના 90 રન, રાહુલ કુમારના 8પ અને અમ્રબિશના 70 રનની મદદથી અન્ડર-19 ચાર દિવસીય
ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ યુવા ટીમ વિરુદ્ધ પહેલા દાવમાં પ40 રન ખડકયાં હતા. આ
પછી બીજા દિવસે ચાના સમય પછી ઇંગ્લેન્ડના 33 ઓવરમાં 2 વિકેટે 144 રન થયા હતા.
વન
ડે શ્રેણીમાં આઉટ ઓફ ફોર્મ રહેનાર ભારતીય કપ્તાન આયુષ મ્હાત્રેએ શાનદાર સદી ફટકારી
હતી. તેણે 11પ દડામાં 14 ચોક્કા અને 2 છક્કાથી 102 રનની આકર્ષક ઇનિંગ રમી હતી જ્યારે
અભિજ્ઞાન કુંડુ 10 રને સદી ચૂકી ગયો હતો. તેણે 9પ દડામાં 10 ચોક્કા-1 છક્કાથી 90 રનની
આક્રમક ઈનિંગ રમી હતી. અમ્રબિશે 81 દડામાં 14 ચોક્કા-1 છક્કાથી 8પ રન ફટકારી ઇંગ્લેન્ડ
બોલરોની ધોલાઇ કરી હતી. વૈભવ સૂર્યવંશી 14 રને આઉટ થયો હતો.
ઇંગ્લેન્ડ
તરફથી હમજા શેખ 66 રને અને રોકી ફિલન્ટોફ 44 રને રમતમાં હતા. ભારત તરફથી બન્ને વિકેટ
હેનિલ પટેલે લીધી હતી.