નાણાં ટ્રાન્સફર ન કરવા, જવાબદારો સામે પગલા લેવા તપાસ કરવા માગ
દ્વારકા,
તા.14: થોડા દિવસો પહેલા હરિઓમ નામની એપ્લીકેશન તથા વેબસાઇટ પર દ્વારકાધીશ જગત મંદિરમાં
વીઆઇપી દર્શન કરવા વ્યક્તિગત મસમોટા ચાર્જની ભ્રામક જાહેરાત અંગે સમાચારો પ્રકાશિત
થયા બાદ એપ તથા વેબસાઇટ પરથી અચાનક દ્વારકા, બેટ દ્વારકા અને તીર્થ સ્થાનને ગાયબ કરી
દીધા છે. વીઆઇપી દર્શન કરાવાતા હોવાની ભ્રામક માહિતી અન્ય બે ધાર્મિક વેબસાઇટ્સ ળફક્ષમશાિશિંળશક્ષલત.ભજ્ઞળ
અને યિંળાહયાશિંળશક્ષલત.શક્ષ માં દ્વારકાધીશ મંદિરના નામે બનાવાયેલ તેજ વેબસાઇટ્ના
વેબપેઇજ પર હાલ સુધી જોવા મળી રહી છે જેના કારણે ભાવિકોમાં ભ્રામકતા ફેલાવવાની સાથોસાથ
આર્થિક છેતરપિંડીનો ભય રહ્યો છે ત્યારે મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા આ બન્ને વેબસાઇટ્સ
પરથી ભ્રામક માહિતી દૂર કરાવવા જરૂરી પગલા લે તે અપેક્ષિત છે.
આ અંગે
જગત મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણે જણાવેલ કે જગત મંદિરમાં કોઇપણ રીતે વીઆઇપી દર્શન
થતાં નથી. વીઆઇપી દર્શનના નામે કોઇપણ ઓનલાઇન નાણાં ટ્રાન્સફર કરવાનું કહે તો કરશો નહિં
અને આવી લોભામણી જાહેરાતોથી છેતરાશો નહિં તેમજ જો કોઇ વ્યક્તિ આવી રીતે છેતરપિંડી કરવાની
કોશિશ કરે તો તેની જાણ મંદિર પ્રશાસનને કરવા
જણાવાયું છે.
થોડા
સમય પૂર્વે હરિઓમ એપ્લીકેશન અને વેબસાઇટના માધ્યમથી દ્વારકાધીશ જગત મંદિરમાં વીઆઇપી
દર્શન કરવા હોય તો વ્યક્તિ દીઠ ચાર્જ ચૂકવી દર્શન કરાવવા અંગે વ્યવસ્થા ગોઠવાઇ હોવાની
એકાદ અઠવાડિયા પહેલાં સાઇબર ક્રાઇમ વિભાગમાં ઓનલાઇન ફરીયાદ થયા બાદ તાજેતરમાં ગુગળી
બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્તના ચૂંટાયેલા સદસ્ય ભગવતપ્રસાદ જેન્તીલાલ પાઢ દ્વારા આ અંગે
પીએમએ પોર્ટલમાં પણ આ ઘટનામાં જવાબદારો સામે ધોરણસરની તપાસ કરવા જણાવાયું છે.