-એક ડેમોક્રેટિક સાંસદ, તેમના પત્નીનું મૃત્યુ, બીજા મહિલા સાંસદ, તેમના પતિ ગંભીર : અજાણ્યા હુમલાખોરોનો અંધાધૂંધ ગોળીબાર
મિનેસોટા,
તા.14 : અમેરિકામાં બે સાંસદની ઘરમાં ઘૂસીને હત્યાનો પ્રયાસ કરાતાં ખળભળાટ મચી ગયો
છે. અજાણ્યા હુમલાખોરોએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં એક સાંસદનું મૃત્યુ થયું છે જ્યારે
બીજા ગંભીર છે.
અમેરિકાના
મિનેસોટામાં બે ડેમોક્રેટિક સાંસદને નિશાન બનાવાયા હતા. પહેલી ઘટનામાં મહિલા સાંસદ
મેલિસા હાર્ટમેન અને તેમના પતિનું મૃત્યુ થયું છે.
બીજા
બનાવમાં ડેમોક્રેટિક સ્ટેટ સેનેટર જોન હાફમેન અને તેમના પત્ની યેવેટને અનેક ગોળી મારવામાં
આવી હતી. બંન્નેને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા અને તુરંત સર્જરી કરાઈ હતી.
ઇનાવ
અંગે મિનેસોટાના ગર્વનર ટીમ વાલ્ઝે વિગતો જાહેર કરી છે અને આરોપ લગાવ્યો કે આ હુમલો
રાજનીતિક કારણોથી કરવામાં આવ્યાનું લાગે છે. પોલિસને મિનિયાપોલિસ પાસે બે વિસ્તારમાં
ગોળીબાર થયાની જાણ કરાઈ હતી ત્યાર બાદ સ્થળ પર જતાં બે ડેમોક્રેટિક સાંસદને નિશાન બનાવી
હુમલો કરાયાનું સામે આવ્યું છે. હુમલાખોરો અંગે હજુ કોઈ માહિતી નથી. સીસીટીવીને આધારે
શોધખોળ કરાઈ રહી છે.