સુરત, તા. 14: સુરતના ઉધના વિસ્તારમાં દક્ષેશ્વર બીઆરટીએસ બસ સ્ટેશનની સામે ઇન્ડસ્ટ્રીયલમાં કેફી પીણુ પીવડાવી દઇ બે શખસે એક યુવકનો મોબાઈલ લુંટવાનો પ્રયાસ કર્યો હતો જોકે યુવાને પ્રતિકાર કરતા શખ્સોએ તેને મોઢાના ભાગે એટલી હદે મુક્કા માર્યા હતા કે યુવકનુ મૃત્યુ નીપજ્યું હતું. હત્યા મામલે મૃતકના ભાઈની ફરીયાદ આધારે ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રો પાસેથી મળતી મુજબ 36 વર્ષીય
મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના વતની અને હાલ પાંડેસરા આર્વિભાવ સોસાયટીમાં રહેતો બિજયા
ગાંધી નાયક સંચા ખાતામાં મજુરી કામ કરે છે. દરમિયાન બિજ્યાના ભાઈ સંતોષ નાયક તથા તેના
મિત્ર કિષ્નાને પુન્ના શાહુ અને બુલ્લુ સ્વાંઈ નાસ્તો કરવા માટે દક્ષેશ્વર બીઆરટીએસની
સામે લક્ષ્મિનારાયણ ઈન્ડસ્ટ્રીઝમાં લઈ ગયા હતા. જ્યાં નાસ્તો કરાવ્યા બાદ પુન્ના અને
બુલ્લુએ સંતોષ અને ક્રિષ્નાને ઠંડુ પીણું આપ્યું હતું. જે પીતા જ બન્નેને ઘેન ચઢવા
લાગ્યું હતું. દરમિયાન પુન્ના અને બુલ્લુએ સંતોષ નાયકનો મોબાઇલ લઇ લીધો હતો. જે બાબતે
ઝઘડો થતા સંતોષને અને તેના મિત્રને માર મારવામાં આવ્યો હતો. સંતોષને મોઢાના ભાગે મુક્કા
મારતા તે ઢળી પડયો હતો ત્યારબાદ પુન્ના અને બુલ્લુએ સંતોષ તથા તેના મિત્રના મોબાઇલ
ફોન લૂંટી લીધા હતા. આ મામલે ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.