• રવિવાર, 15 જૂન, 2025

રાજુલા પંથકની સગીરા ઉપર દુષ્કર્મ

અમરેલી તા.14: રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 16 વર્ષિય તરૂણી ગત તા.17/5 રોજ 1 વાગ્યા દરમિયાન પોતાના ઘરે રસોડામાં એકલી હતી. તે દરમિયાન રાજુલા ગામે રહેતા ભગીરથભાઇ ભરતભાઇ ધાખડા નામના આરોપી રસોડામાં આવી તરૂણીનું મોઢુ દબાવી દઈ શરીરે છેડછાડ કરતાં તેણીએ  આવુ કરવાની ના પાડી હું નાની છુ રહેવા દે તેમ કહેવા છતાં આરોપીએ તેણીને જમીન પર સુવડાવી દઇ મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધી બળાત્કાર  ગુજાર્યો હતો. જે બાદ  ઘમકી આપેલી કે આ બનાવની વાત કોઇને કરતી નહિ નહિતર તારા બાપુજીને મારી નાખીશ જે બાદ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

ઇ-પેપરના નવા શુલ્ક