• રવિવાર, 15 જૂન, 2025

WTC વિજેતાને 31 કરોડ, ઉપવિજેતાને 18 કરોડનું ઈનામ ગત બે સંસ્કરણ કરતા પ્રાઈઝ મનીમાં બમણો વધારો

નવી દિલ્હી, તા. 14 : ઈન્ટરનેશન ક્રિકેટ કાઉન્સીલ એટલે કે આઈસીસીએ ગયા મહિને જ ડબલ્યુટીસી 2025 ફાઈનલ માટે પ્રાઈઝ મનીનું એલાન કરી દીધું હતું. છેલ્લા બે સંસ્કરણના મુકાબલે પ્રાઈઝ મનીમાં બેગણાથી વધુ વધારો કરવામાં આવ્યો છે. 2021મા વિજેતા ન્યુઝીલેન્ડ અને 2023નો ખિતાબ જીતનારી ઓસ્ટ્રેલિયાની ટીમને 1.6 મિલિયન ડોલર એટલે કે 13-13 કરોડ રૂપિયાની પ્રાઈઝ મની મળી હતી. જો કે આ વખતે વિજેતા માટે ઈનામી રકમ 3.6 મિલિયન ડોલર રાખવામાં આવી છે. જે અંદાજીત 31 કરોડ રૂપિયા આસપાસ થાય છે. આ ઉપરાંત રનર અપ ટીમને 2.16 મિલિયન ડોલર મળશે. જે ભારતીય રૂપિયાના હિસાબે 18 કરોડ રૂપિયા જેટલા થાય છે. ફાઈનલમાં ન પહોંચનારી ભારત-પાકિસ્તાન સહિતની અન્ય સાત ટીમને પણ જોરદાર આવક થઈ છે. ત્રીજા નંબરે રહેલી ટીમ ઈન્ડિયાને 12.31 કરોડ રૂપિયાની પ્રાઈઝ મની મળશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજુલા પંથકની સગીરા ઉપર દુષ્કર્મ June 15, Sun, 2025