નવી
દિલ્હી, તા. 18 : દેશમાં મંકીપોક્સનો બીજો મામલો સામે આવ્યો છે. કેરળ સરકારે બુધવારે
કેસની પુષ્ટિ કરતા કહ્યું છે કે, સંયુક્ત આરબ અમિરાતથી પરત ફરેલા 38 વર્ષીય વ્યક્તિમાં
મંકિપોક્સ પોઝિટિવ મળી આવ્યો છે. રાજ્યનાં સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે કહ્યું હતું
કે, મલપ્પુરમના 38 વર્ષીય વ્યક્તિનું યુએઇથી પરત ફર્યા બાદ પરીક્ષણ કરવામાં આવ્યું
હતું. આ માટે કરવામાં આવેલો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ફેસબુક ઉપર એક પોસ્ટમાં જોર્જે
લોકોને ઉપચાર લેવાની અને બીમારી સંબંધિત કોઈપણ લક્ષણ જોવા મળતા તાકીદે સ્વાસ્થ્ય મંત્રાલયને
સૂચિત કરવાનો આગ્રહ કર્યો છે.
સ્વાસ્થ્ય
મંત્રી જોર્જે કહ્યું છે કે, એમપોક્સના દર્દીને અલગ કરી દેવામાં આવ્યો છે અને મેડિકલ
પ્રોટોકોલ અનુસાર તેનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નવ દિવસ પહેલા દેશમાં
મંકિપોક્સના પહેલા કેસની પુષ્ટિ થઈ હતી. પીડિત શખસે દક્ષિણ આફ્રિકાની યાત્રા કરી હતી.
આ મામલો દિલ્હીમાંથી સામે આવ્યો હતો. જેમાં હરિયાણાના હિસ્સાર નિવાસી 26 વર્ષીય વ્યક્તિમાં
વાયરસની પુષ્ટિ થઈ હતી અને તેને દિલ્હીના એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો
હતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ એકમાત્ર કેસ બતાવ્યો હતો. જે જુલાઈ 2022થી ભારતમાં
પહેલા નોંધાયેલા 30 કેસ જેવો હતો અને ડબલ્યુએચઓ દ્વારા રિપોર્ટ કરવામાં આવેલી ઇમર્જન્સી
જેવો નહોતો.
ડબલ્યુએચઓએ
ગયા મહિને આફ્રિકાના મોટા હિસ્સામાં તેની વ્યાપકતા અને પ્રસારને ધ્યાને લઈને બીજી વખત
મંકિપોક્સને આંતરરાષ્ટ્રીય ચિંતા માટે ઇમર્જન્સી ઘોષિત કરી હતી. મંકિપોક્સ સામાન્ય
રીતે માત્ર પીડિત સુધી સીમિત રહે છે. જે બે - ચાર અઠવાડિયા સુધી રહે છે અને રોગી સામાન્ય
રીતે દેખરેખથી સ્વસ્થ થાય છે.
યુરોપ
સહિત 27 દેશમાં કોરોનાનો ફૂંફાડો
દુનિયાની
ચિંતા વધારતો કોવિડ-19 એક્સઈસી
નવી
દિલ્હી, તા.18 : દુનિયા માટે નવી ચિંતા ઉભી કરતાં કોરોનાએ ફરી ફૂંફાડો માર્યો છે. કોરોનાના
નવા રુપ એક્સઈસીએ ર7 દેશમાં તરખાટ મચાવ્યો છે.
કોરોનાની
અનેક લહેરોનો સામનો કરી ચૂકેલી દુનિયા સામે મહામારીનો નવો ખતરો ઉભો થયો છે. કોરોના-એક્સઈસી
અનેક દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઓમિક્રોનનું નવું સ્વરૂપ એક્સઈસીએ હાલ યુરોપમાં
હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 3 મહિના કરતાં પણ ઓછા સમયમાં ર7 દેશમાં કોરોનાનું આ સ્વરૂપ
પ્રસરી ચૂક્યું છે. વૈજ્ઞાનિકો અનુસાર કોરોનાના અત્યાર સુધીમાં આવી ચૂકેલા તમામ વેરિયેન્ટ
કરતાં એકસઈસી સૌથી વધુ સંક્રામક છે. તેમ છતાં વૈજ્ઞાનિકો આશાવાદી છે કે બજારમાં ઉપલબ્ધ
વેકિસનની મદદથી કોરોનાના આ સ્વરૂપને વધુ ફેલતો રોકી શકાશે. હાલ ભારતમાં કોરોના એક્સઈસીનો
એક પણ કેસ નોંધાયો નથી.
વૈજ્ઞાનિકોએ
ચેતવણી આપી છે કે કોવિડ 19ના સૌથી ખતરનાક સ્વરૂપ એક્સઈસી યુરોપમાં ઝડપથી પ્રસરી રહ્યો
છે. ગત જૂનમાં સૌ પહેલા જર્મનીમાં કોરોનાનું આ સ્વરૂપ સામે આવ્યું હતું. યુકે, યૂએસ,
ડેનમાર્ક, પોર્ટુગલ, યુક્રેન, ચીન, નોર્વે સહિત અનેક દેશોમાં તેના કેસ નોંધાયા છે.
વૈજ્ઞાનિકો અનુસાર કોરોના એક્સઈસી ઓમીક્રોન કેએસ.1.1 અને કેપી.3.3નું હાઈબ્રિડ રુપ
છે. યુરોપ સહિત ર7 દેશના પ00 સેમ્પલમાં કોરોના એક્સઈસી મળ્યો છે.