જામનગર,
તા.18 : મોટી ખાવડી વિસ્તારમાં રહેતા એક યુવાન સાથે વિશ્વાસઘાત અને છેતરાપિંડીની ઘટના
સામે આવી છે. પોતાની પાસે ડ્રાઇવર તરીકે નોકરી કરતા શખસ પર ભરોસો મૂકી અમદાવાદમાં ભાડે
ચલાવવા આપેલી 8 લાખની સ્કોર્પિયો કાર અને તેનું ભાડું ન ચૂકવી ડ્રાઈવર ફરાર થઈ જતાં
મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મોટી
ખાવડીમાં રહેતા અજીતાસિંહ વિભાજી રાઠોડ (ઉં.વ. 46) પાસે જામનગરના ગોકુલનગર પાસે શિવનગરમાં
રહેતો રાહુલ મગનભાઈ રાઠોડ છેલ્લાં છ વર્ષથી ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. લાંબા સમયના
પરિચયને કારણે અજીતાસિંહે તેના પર ભરોસો મૂક્યો હતો. રાહુલ અમદાવાદની એક કંપનીમાં કાર
ભાડે ચલાવવાની લાલચ આપી અજીતાસિંહની સ્કોર્પિયો કાર (નંબર ઋઉં-10-ઝડ-3685), જેની કિંમત
આશરે 8 લાખ રૂપિયા છે, તે લઈ ગયો હતો.
ઘણો
સમય વીતી જવા છતાં રાહુલે કાર પરત કરી ન હતી કે તેનું ભાડું ચૂકવ્યું ન હતું. અજીતાસિંહે
સંપર્ક કરવાનો પ્રયાસ કરતા રાહુલ પોતાનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી નાસી છૂટ્યો હોવાનું
માલૂમ પડયું હતું. પોતાની સાથે છેતરાપિંડી થઈ હોવાનું સમજાતા અજીતાસિંહે મેઘપર પોલીસ
મથકમાં રાહુલ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિશ્વાસઘાતનો ગુનો નોંધી આરોપીને
પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.