જૂનાગઢ
: સોરઠ પંથકમાં છેલ્લા 24 કલાકમાં અપમૃત્યુના ચાર અલગ-અલગ બનાવો નોંધાતા અરેરાટી વ્યાપી
ગઈ છે. જેમાં માર્ગ અકસ્માત, ઝેરી દવા, ગળાફાંસો અને શ્વાસ રૂંધાવા જેવી ઘટનાઓમાં ચાર
આશાસ્પદ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે.
પ્રથમ
બનાવમાં વંથલી કેશોદના બિપીન પાંચાભાઈ ઠુંમર (ઉ.વ. 58) વંથલી નજીક બાઈક સ્લિપ થતાં
ગંભીર ઈજાને કારણે મૃત્યુ પામ્યા હતા. બીજા બનાવમાં વડાલમાં અગમ્ય કારણોસર ઝેરી દવા
પી લેતા જયદીપ ભુપતભાઈ હિરાણી (ઉ.વ. 34) નું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.ત્રીજા બનાવમાં
જૂનાગઢ હાઉસિંગ બોર્ડમાં રહેતા ભાર્ગવ મહેન્દ્રભાઈ મકવાણા (ઉ.વ. 27) એ પોતાના ઘરે ગળાફાંસો
ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.ચોથા બનાવમાં માણાવદરના સ્વામીના બોડકા ગામે શ્રમિક પરિવારના
6 વર્ષીય પુત્ર વિશાલ ગણપતભાઈ બુડેડિયાનું બોલપેનનું ઢાંકણું ગળી જતાં શ્વાસ રૂંધાવાથી
મૃત્યુ થયું હતું.