• બુધવાર, 01 મે, 2024

T-20 વર્લ્ડ કપમાં રોહિત સાથે વિરાટ ઓપનિંગ કરશે ?

- યશસ્વી અને શુભમનમાંથી એકનું પત્તંy કપાશે : શિવમ અને રિંકુ પ્રબળ દાવેદાર: હાર્દિક પર સસ્પેન્સ

 

નવી દિલ્હી, તા.17 : આઇપીએલની 17મી સીઝનની ઠીક બાદ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર ટી-20 વર્લ્ડ કપ રમાવાનો છે. આ ટૂર્નામેન્ટના 1પ ખેલાડીના નામ જાહેર કરવાની કટ ઓફ ડેટ આઇસીસીએ 1 મે જાહેર કરી છે. આ પછી નિશ્ચિત તારીખ સુધીમાં ખેલાડીની ફેર-બદલ થઇ શકશે. ટીમ ઇન્ડિયાના 1પ ખેલાડીના નામ લગભગ એપ્રિલના અંતિમ સપ્તાહમાં જાહેર થઇ શકે છે. બીસીસીઆઇના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલમાંથી એક ખેલાડીને વર્લ્ડ કપની ટિકિટ મળશે નહીં.  જ્યારે 1પ ખેલાડીની સૂચિમાં શિવમ દૂબે અને રિંકુ સિંહ વચ્ચે કાંટે કી ટકકર છે. જ્યારે વિકેટકીપરની રેસમાં ઋષભ પંત, ઇશાન કિશન, કેએલ રાહુલ અને સંજૂ સેમસન વચ્ચે રેસ છે.

હાર્દિક પંડયા આઈપીએલમાં હજુ સુધી ઉજળો દેખાવ કરી શકયો નથી. તે બેટ અને બોલથી સારો દેખાવ કરવામાં સફળ રહ્યો નથી. આથી તેની પસંદગી શંકાસ્પદ બની છે, આમ છતાં તે વિશુદ્ધ ઓલરાઉન્ડરના નાતે ટી-20 વર્લ્ડ કપ ટીમનો પ્રબળ દાવેદાર છે. એવા પર રિપોર્ટ સામે આવ્યા છે કે કપ્તાન રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, કુલદિપ યાદવ, અર્શદીપ સિંઘ અને મોહમ્મદ સિરાઝની પસંદગી નિશ્ચિત છે.

આઇપીએલમાં વિરાટ કોહલી આરસીબી તરફથી ઓપનિંગમાં સંગીન દેખાવ કરી રહ્યો છે. આથી મુખ્ય પસંદગીકાર અજીત અગરકર વિરાટ કોહલીની પસંદગી ઓપનર તરીકે કરવા માગે છે. એવું જાણવા મળે છે કે ટી-20 વિશ્વ કપ ટીમની પસંદગી સંદર્ભે તાજેતરમાં કોચ રાહુલ દ્રવિડ અને કપ્તાન રોહિત શર્માની મુખ્ય પંદગીકાર અજીત અગરકર સાથે વાતચીત થઇ હતી. જેમાં વિરાટના નવા રોલ પર ચર્ચા થઇ હતી. આ બેઠકમાં નવા ઝડપી બોલર મયંક યાદવ અને ફટકાબાજ રિયાન પરાગની પસંદગી પર પણ વાતચીત થઇ હોવાના રિપોર્ટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક