• શનિવાર, 27 એપ્રિલ, 2024

12 ઓવર સુધી બુમરાહ ભુલાયો કપ્તાન હાર્દિકના નિર્ણયની વ્યાપક ટીકા

નવી દિલ્હી, તા.28: સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધના હાઇ સ્કોરીંગ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સના મુખ્ય બોલર જસપ્રિત બુમરાહે 12 ઓવર સુધી ફક્ત એક ઓવર જ બોલિંગ કરી હતી. આ મેચમાં હૈદરાબાદે 3 વિકેટે રેકોર્ડબ્રેક 277 રન ખડક્યાં હતા. 10 ઓવરમાં હૈદરાબાદનો સ્કોર 2/148 અને 12 ઓવરના અંતે 3/177 હતો. આ દરમિયાન મુંબઇના બોલરોની સતત ધોલાઇ થઇ રહી હતી. આમ છતાં કપ્તાન હાર્દિક પંડયાએ બુમરાહની ત્રણ ઓવર બાકી હોવા છતાં મોરચે લગાડયો ન હતો. તેના આ નિર્ણયની સખત ટીકા થઇ રહી છે. આ નિર્ણય પણ પૂર્વ ખેલાડી અને કોમેન્ટેટર ઇરાફન પઠાણ અને ઓસ્ટ્રેલિયાના ટોમ મૂડીએ કપ્તાન હાર્દિકની ઝાટકણી કાઢી છે.

 મૂડી કહે છે કે આપની પાસે દુનિયાનો સર્વશ્રેષ્ઠ બોલર છે અને તેની પાસે 12 ઓવર સુધી ફક્ત એક જ ઓવર ફેંકાવી ઘણો અચરજભર્યો નિર્ણય છે. મેચ જ્યારે તમારા હાથમાંથી નીકળી ગયો હતો ત્યારે બુમરાહને બોલિંગ આપવી શું કામની તેવો સવાલ મૂડીએ કર્યો છે. મૂડી કહે છે કે હૈદરાબાદના 6 ઓવરમાં 81 રન હતા. ત્યારે બુમરાહને બોલિંગ આપવાની જરૂર હતી. જ્યારે ઇરફાન પઠાણે કહ્યંy છે કે હાર્દિકે હજુ ઘણું શિખવાની જરૂર છે. તેણે એવો પણ સવાલ કર્યો કે મેદાન પર રોહિત શર્મા હાજર હતો છતાં તેણે કેમ સલાહ આપી નહીં ?

ઇ-પેપરના નવા શુલ્ક