• શનિવાર, 27 એપ્રિલ, 2024

હાર બાદ હડકંપ મુંબઇ ઇન્ડિયન્સ ટીમમાં તિરાડ ?

હાર્દિકની કપ્તાનીથી સિનિયર પ્લેયર્સ નારાજ: રોહિત સાથે આકાશ અંબાણીએ ગંભીર ચર્ચા કરી

 

હૈદરાબાદ, તા.28: સનરાઇઝર્સ હૈદરાબાદ સામેના હાઇ સ્કોરિંગ મેચમાં મેચમાં મુંબઇ ઇન્ડિયન્સની સંઘર્ષ બાદ 31 રને હાર થઇ હતી. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 3 વિકેટે આઇપીએલ ઇતિહાસનો સૌથી મોટો સ્કોર 277 રન ખડક્યો હતો. બાદમાં મુંબઈના 20 ઓવરમાં પ વિકેટે 246 રન થયા હતા. આઇપીએલમાં પહેલીવાર એક મેચમાં પ00 પ્લસનો ટોટલ પણ થયો હતો. આ મેચમાં કુલ પ23 રન થયા હતા. ખાસ વાત એ રહી હતી કે મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે રોહિતના સ્થાને હાર્દિક આવ્યા બાદ આ ટીમમાં પહેલા જેવો દોસ્તાના માહોલ જોવા મળી રહ્યો નથી. હાર્દિક પંડયાની કપ્તાનીમાં પરિપકવતા જોવા મળી રહી નથી. સીનીયર ખેલાડીઓ સાથે તેનો તાલમેલ પણ સારો ન હોવાના રિપોર્ટ છે. સનરાઇઝર્સ બેટધરો મુંબઇના બોલરોની સતત ધોલાઇ કરી રહ્યા હતા. આમ છતાં 12 ઓવર સુધી બુમરાહ પાસે એક જ ઓવર કરાવવાના કપ્તાન હાર્દિકના નિર્ણયનો ચોમેર ટીકા થઇ રહી છે.

હવે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે રોહિત શર્મા અને હાર્દિક પંડયાના સંબંધમાં ખટાશ આવી ગઇ છે. મુંબઇ ટીમ બે જૂથમાં વહેચાઇ ગઇ છે. બુમરાહ, સૂર્યકુમાર, તિલક વર્મા અને સપોર્ટ સ્ટાફમાંથી પોલાર્ડ અને મલિંગા હજુ પણ રોહિતને સપોર્ટ કરી રહ્યા છે. જયારે કપ્તાન હાર્દિકને ઇશાન કિશન, કેટલાક વિદેશી ખેલાડીઓ અને ટીમના માલિકોનો ખુલ્લો સપોર્ટ મળી રહ્યો છે.

ગઇકાલના મેચ દરમિયાન હાર્દિક પંડયા મલિંગા અને પોલાર્ડ પાસે ચર્ચા કરવા આવ્યો હતો. તેના આવતાની સાથે જ મલિંગા ઉભો થઇને ચાલ્યો જાય છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં સતત વાયરલ થઇ રહ્યો છે. આ ઉપરાંત મેચ બાદ આકાશ અંબાણી રોહિત શર્મા સાથે ગંભીર ચર્ચા કરતો જોવા મળ્યો હતો. તે હવે ફરી રોહિતને સુકાન સોંપવા માગતો હોય તેવું તેના ચહેરાના હાવભાવ પરથી લાગી રહ્યંy હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક