• શનિવાર, 27 એપ્રિલ, 2024

મુંબઇની ચિંતા વધી : સૂર્યકુમારની વાપસી ઘોંચમાં

મુંબઇ, તા.28: આઇપીએલની 17મી સીઝનની શરૂઆત મુંબઇ ઇન્ડિયન્સ માટે દુ:સ્વપ્ન સમાન રહી છે. પહેલા ગુજરાત સામે અને પછી હૈદરાબાદ સામેની હારથી આ ટીમ પોઇન્ટ ટેબલ પર તળિયે છે. એવામાં હવે એવા સમાચાર સામે આવ્યા છે કે ટી-20નો નંબર વન બેટર સૂર્યકુમાર યાદવ હજુ સુધી ઇજામાંથી સંપૂર્ણ બહાર આવી શકયો નથી. આથી તેને નેશનલ ક્રિકેટ એકેડેમી તરફથી ફિટનેસ ક્લીયરન્સ સર્ટિફિકેટ હજુ સુધી મળ્યું નથી. સૂર્યકુમાર યાદવ હજુ સુધી મુંબઇ ટીમ સાથે જોડાયો નથી. તે એનસીએમાં જ રીહેબ કરી રહ્યો છે. તે શરૂઆતના બે મેચ ગુમાવી ચૂક્યો છે. જૂનમાં રમાનાર ટી-20 વિશ્વ કપમાં તે ભારતનો ચાવીરૂપ ખેલાડી છે. આથી બીસીસીઆઇ તેના પર કોઇ જોખમ લેવા તૈયાર નથી. મુંબઇ ઈન્ડિયન્સ ટીમ હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમ પર સોમવારે રાજસ્થાન રોયલ્સ સામે રમશે. આ મેચમાં પણ સૂર્યકુમાર યાદવની વાપસી શક્ય જણાતી નથી. તે હજુ એકાદ સપ્તાહ મેદાન બહાર રહેશે તેવા રિપોર્ટ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક