• શનિવાર, 27 એપ્રિલ, 2024

મારી અંદર હજુ ઘણું T-20 ક્રિકેટ બચ્યું છે : કોહલી

પંજાબ સામે 49 દડામાં 77 રનની ઇનિંગ રમી બેંગ્લુરુને જીત અપાવી

બેંગ્લુરુ તા.26: આઇપીએલના ગઇકાલના મેચમાં વિન્ઁટજ વિરાટ કોહલીએ 49 દડામાં 77 રનની આક્રમક ઇનિંગ રમીને પંજાબ કિંગ્સ સામેની રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની જીતમાં મુખ્ય યોગદાન આપ્યું હતું. તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. લક્ષ્યનો પીછો કરતા કોહલી તેના જૂના અંદાજમાં જોવા મળ્યો. મેચ બાદ તેણે આલોચકોને સારા આડે હાથ લીધા હતા. કોહલીએ કહ્યંy કે મારી અંદર હજુ ઘણું ટી-20 ક્રિકેટ બચ્યું છે.

કોહલીએ જણાવ્યું કે નિરાશા એ વાતની છે કે હું મેચ ખતમ કરી શકયો નહીં. દડાને હું સારી રીતે હિટ કરી રહ્યો હતો. બે મહિના બાદ વાપસી કરી આવી ઇનિંગ આપને સંતોષ આપે છે. મને ખબર છે કે વિશ્વના ઘણા હિસ્સામાં મારૂ નામ ફકત ટી-20 ક્રિકેટને પ્રોત્સાહિત કરવા માટે લેવામાં આવે છે. પણ મારી અંદર ટી-20 ક્રિકેટ હજુ બચ્યું છે.

બે મહિના દેશ બહાર રહેવા પર કોહલીએ જણાવ્યું કે હા, હું દેશ બહાર હતો. સતત બે મહિના સુઘી પરિવાર સાથે રહેવું અલગ અહેસાસ હતો. સડક પર મને કોઇ ઓળખતું નહીં, આથી સામાન્ય માનવીની જેમ જિંદગી જીવવી સારી રહી.

વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડની પ્રશંસા કરી હતી. મેચ બાદ વિરાટ કોહલીએ વિડિયો કોલ કરીને પત્ની અનુષ્કા શર્મા સાથે વાતચીત કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક