• શનિવાર, 13 એપ્રિલ, 2024

WTC પોઇન્ટ ટેબલ પર ટીમ ઇન્ડિયા બીજા ક્રમે વધુ એક હારથી ઇંગ્લેન્ડ નવમા સ્થાને લટક્યું

નવી દિલ્હી, તા.26: ચોથા ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામેના વિજય બાદ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમ ઇન્ડિયા ન્યુઝિલેન્ડની ટીમ પછી બીજા સ્થાને યથાવત્ છે. ચોથા ટેસ્ટની જીતથી ભારતની જીતની ટકાવારી પ9.પ2માંથી વધીને 64.પ8 ટકા થઈ છે. આથી ભારતે ત્રીજા અને ચોથા સ્થાન પરના ઓસ્ટ્રેલિયા (પપ ટકા) અને બાંગલાદેશ (પ0 ટકા) પર મજબૂત સરસાઈ હાંસલ કરી લીધી છે. વધુ એક હારથી ઇંગ્લેન્ડની ટીમ પોઇન્ટ ટેબલ પર નવમા સ્થાને લટકી રહી છે. તેની જીતની ટકાવારી ફકત 19.44 છે. 

વર્તમાન ડબ્લ્યુટીસી ચક્રમાં ભારતીય ટીમ 8 મેચ રમી છે. જેમાં પાંચમાં જીત અને બેમાં હાર મળી છે. એક મેચ ડ્રો રહ્યો છે. પોઇન્ટ ટેબલ પરની ટોચની બે ટીમ લોર્ડસમાં 202પમાં ફાઇનલ મેચ રમશે.

ભારતીય ટીમ પાછલા બે ચક્રમાં ફાઇનલમાં પહોંચીને હારી હતી. પહેલી વખત ન્યુઝીલેન્ડ સામે અને બીજીવાર ઓસ્ટેલિયા સામે ફાઇનલમાં હાર મળી હતી. ભારતીય ટીમ હવે ટી-20 વર્લ્ડકપ બાદ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણીના પરિણામ પરથી લગભગ ફાઇનલની એક ટીમ નિશ્ચિત બની જાશે.

ઇ-પેપરના નવા શુલ્ક