ઈન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ મમતા બેનરજીને સોંપવાની સલાહ આપી
નવી દિલ્હી,
તા.23ઃ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે ફરી એકવાર પોતાનાં જ પક્ષ સામે પ્રશ્નો
ઉભા કરીને મુશ્કેલીમાં મૂકી દીધો છે. ઐયરે વિપક્ષનાં ઈન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ રાહુલનાં
બદલે અન્ય કોઈ નેતાને આપવા માટે કહ્યું છે. તેમણે આનાં માટે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી
મમતા બેનરજીનાં નામનું સૂચન પણ કર્યું હતું.
પશ્ચિમ બંગાળનાં કોલકતામાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ઐયરે
ઈન્ડિયા ગઠબંધન વિશે નિવેદન કર્યુ હતું. મમતા બેનરજી જ આ ગઠબંધનનાં નેતા છે. તેમની
સાથે બે-ચાર લોકો એવા છે જે આ પદ મેળવી શકે છે. ઐયરે આગળ કહ્યું હતું કે, તેમને આશા
છે કે, આ પદ ઉપર ટકી રહેવાનાં પ્રયાસને બદલે જે નાના પક્ષ છે તેમને રાહુલે પદ સંભાળવા
દેવું જોઈએ. પછી ભલે તે સ્ટાલિન હોય,
મમતા બેનરજી હોય,
અખિલેશ યાદવ હોય કે પછી તેજસ્વી યાદવ કેમ ન હોય.