• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

અક્ષરનાં સ્થાને સુંદરને રમાડવાના નિર્ણયનો ટીમ ઇન્ડિયાએ બચાવ કર્યો આસિ. કોચ રેયાને રણનીતિ અનુસાર સુંદરની પસંદગી થયાની સફાઇ આપી

અમદાવાદ, તા.23 : અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રવિવારે રમાયેલા મેચમાં દ. આફ્રિકાના હાથે મળેલી 76 રનની હાર બાદ ટીમ ઇન્ડિયા પ્લેઇંગ ઇલેવનની પસંદગીના મામલે બચાવમાં આવી ગયું છે. હોમ ગ્રાઉન્ડ પર ટીમના વાઇસ કેપ્ટન અક્ષર પટેલનાં સ્થાને વોશિંગ્ટન સુંદરને તક આપવાનો નિર્ણય બૂમરેંગ સાબિત થયો હતો. મેચ બાદ ટીમ ઇન્ડિયાના આસિસ્ટન્ટ કોચ રેયાન ટેન ડેશકાટેએ આ મામલે ખૂલીને વાત કરી હતી.

અક્ષર પટેલનાં સ્થાને વોશિંગ્ટન સુંદરને તક આપવા વિશેના સીધા સવાલ પર રેયાને જણાવ્યું કે અમને ખબર હતી ડિ’કોક, રિકલટન અને મિલર ખતરનાક બની શકે છે. તેમને રોકવા માટે અમારી પાસે બે વિકલ્પ હતા. પસંદ તો એકને જ કરી શકાય. અમારો તર્ક હતો કે વોશિ (સુંદર) વધુ પ્રભાવ છોડી શકશે. અમારી ગણતરી તેની પાસે પાવર પ્લેમાં બોલિંગ કરાવવાની હતી.

જો કે સુંદર પાસે પાવરપ્લેમાં બોલિંગ કરાવવામાં આવી ન હતી. જે વિશે રેયાને કહ્યંy આ રણનીતિ શરૂઆતની હતી. પાવરપ્લેમાં બુમરાહ અને અર્શદીપ અસરદાર રહ્યા. અક્ષરની ક્ષમતા પર કોઈ સવાલ નથી. વોશિંગ્ટન સુંદરની પસંદગી ફકત મેચ આધારે થઈ હતી. અમે નિશ્ચિત કરવા માગીએ છીએ કે સુપર-8ના બાકીના બે મેચમાં કોઈ ભૂલ ન થાય.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

સુરતમાં ગજેરાબંધુઓ સામે કરોડોની ઠગાઈનો ગુનો દાખલ બનાવટી દસ્તાવેજો બનાવી ભાગીદારને અંધારામાં રાખી ગુનો આચર્યો February 24, Tue, 2026