• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

રિંકુ સિંહનું ઝિમ્બાબ્વે સામે રમવું શંકાસ્પદ પિતાની બીમારીને લીધે અલિગઢ પરત ફર્યો

ચેન્નાઇ, તા.24: ટી-20 વિશ્વ કપના સુપર-8 રાઉન્ડના ગુરુવારે રમાનાર નિર્ણાયક મેચમાં રિંકુ સિંહ લગભગ હિસ્સો બની શકશે નહીં. તેના પિતા બીમાર છે અને સ્થિતિ ગંભીર હોવાથી રિંકુ સિંહ ચેન્નાઇથી અલિગઢ પરત ફર્યો છે. મંગળવારે ચેપોક ગ્રાઉન્ડ પર ટીમ ઇન્ડિયાનું પ્રેક્ટિસ સેશન હતું. જેમાં બધા ખેલાડી હાજર હતા, પણ રિંકુની ગેરહાજરી હતી.

બાદમાં એવી ખબર સામે આવી હતી કે રિંકુ સિંહના પિતા બિમાર હોવાથી તે અલિગઢ ગયો છે. તે ગુરૂવારે ઝિમ્બાબ્વે સામે રમાનાર મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે કે નહીં તે વિશે કોઇ જાણકારી સામે આવી નથી. દ. આફ્રિકા સામેના સુપર-8 રાઉન્ડના મેચમાં રિંકુ સિંહ ખાતું ખોલાવી શક્યો ન હતો.

ઝિમ્બાબ્વે સામેના મેચમાં ભારતીય ઇલેવનમાં ફેરફાર નિશ્ચિત માનવામાં આવે છે. આ મેચની ઇલેવનમાં રિંકુ સિંહના સ્થાને લગભગ સંજૂ સેમસનને તક મળશે. જયારે વોશિંગ્ટન સુંદરના સ્થાને અક્ષર પટેલની વાપસી નિશ્ચિત છે. આઉટ ઓફ ફોર્મ અભિષેક શર્મા ઇલેવનમાં લગભગ ટકી રહેશે તેવા રિપોર્ટ છે. કુલદીપ યાદવ પણ ઇલેવનમાં સામેલ થવા હરીફાઇમાં છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક