• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી મનીષા ભાનવાલા, ગોલ્ડની આશા

પેન-અમેરિકન ચેમ્પિયન સામે ટક્કર : તનુએ 72 કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ જીત્યો

 નવી દિલ્હી, તા.30 : ભારતની સ્ટાર કુસ્તીબાજ મનીષા ભાનવાલાએ વર્લ્ડ રેસાલિંગ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન જાળવી રાખતાં મહિલાઓની 59 કિલોગ્રામ કેટેગરીની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ સાથે જ ભારતના નામે ઐતિહાસિક ગોલ્ડ મેડલ નોંધાવાની આશા હજુ જીવંત રહી છે.

નોન-ઓલિમ્પિક 59 કિગ્રા વર્ગમાં ઉતરેલી મનીષાએ આખી ટૂર્નામેન્ટ દરમિયાન સારી રમતનું પ્રદર્શન કર્યું છે; તેણે બે મુકાબલા પિનફોલથી જીત્યા છે અને અન્ય એક મુકાબલામાં પ્રતિસ્પર્ધીને એક પણ ટેકનિકલ પોઇન્ટ લેવા દીધો નહોતો. ગોલ્ડ મેડલ મુકાબલામાં મનિષાનો સામનો પેન-અમેરિકન ચેમ્પિયન એબિગેઇલ એલિઝાબેથ નેટ સામે થશે. બીજી તરફ, 72 કિગ્રા કેટેગરીમાં ભારતીય રેસલર તનુએ શાનદાર વાપસી કરતાં અમેરિકાની પ્રેશિયસ રોસન્ના બેલને 9-5થી પરાજય આપી બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક