રૂ.92,674નો દારૂ-બિયરનો જથ્થો જપ્ત, ત્રણ કોલેજિયન યુવકો ફરાર
વડિયા, તા.30: દિવાળી પૂર્વે
દારૂની હેરાફેરી સામે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. વડિયાના સુરગપરા વિસ્તારમાં એસ.બી.આઈ
બેંક સામેની ગલીમાં ભાડે રાખેલા મકાનમાં દરોડો પાડી પોલીસે સ્માર્ટ મીટરના જથ્થાની
આડમાં સંતાડેલો ઇંગ્લિશ દારૂ અને બિયરની 467 બોટલ કબજે કરી હતી. મુદ્દામાલની કિંમત
રૂ.92,674 થાય છે. પોલીસ તપાસમાં દારૂનો જથ્થો કિશન આહિર, હર્ષિલ આહિર અને ક્રિશ સગરનો
હોવાનું સામે આવ્યું છે. ત્રણેય કોલેજમાં અભ્યાસ કરતા યુવકો પોલીસ પહોંચે તે પહેલાં
ફરાર થઈ ગયા હતા. વડિયા પોલીસે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. ઇન્ચાર્જ પીઆઈ
પી.ડી. ગોહિલના માર્ગદર્શન હેઠળ ભરતભાઈ મોરવાડિયા, દાદભાઈ બળછટિયા, મયુરભાઈ છૈયા અને
સાજીદભાઈ નાડની ટીમે દરોડાની કાર્યવાહી કરી હતી.