બદરીનાથથી ફાટા જતા સમયે બની દુર્ઘટના : લોકેશન ગાયબ થયા બાદ ચલાવાયું હતું
સર્ચ
ઓપરેશન
ચમોલી,
તા. 30 : ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બદરીનાથ ધામથી ફાટા જઈ રહેલું એક હેલીકોપ્ટર
દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ચમોલી પોલીસ તરફથી મળેલી જાણકારી અનુસાર હેલીકોપ્ટરમાં સવાર
પાયલટ સહિત છ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ દુર્ઘટના જોશીમઠ પાસે હાથીપહાડ પાછળ આવેલા
ચાયી ગામના વિસ્તારમાં બન્યો હતો. હેલીકોપ્ટર ટ્રાન્સ ભારત કંપનીનું બતાવવામાં આવી
રહ્યું હતું. હેલીકોપ્ટરનું લોકેશન અચાનક ગાયબ થઈ ગયા બાદ તેની તલાશ શરૂ કરવામાં આવી
હતી અને દુર્ઘટના સામે
આવી
હતી.
તલાશી
અભિયાનમાં બે અન્ય હેલીકોપ્ટર પણ લગાડવામાં આવ્યા હતા. જો કે ખરાબ હવામાનનાં કારણે
દુર્ઘટનાગ્રસ્ત હેલીકોપ્ટરનું યોગ્ય લોકેશન મેળવવામાં મુશ્કેલી આવી રહી હતી. જો કે
હવે ચમોલી પોલીસે હેલીકોપ્ટરમાં સવાર તમામ છ લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરી છે. યુસીએડીએ
તરફથી જાણકારી આપવામાં આવી હતી કે હેલીકોપ્ટરમાં કેપ્ટન હિમાંશુ સહિત કુલ છ લોકો સવાર
હતા. પેસેન્જરમાં (જુઓ પાનું 10)
પાંચ
યાત્રીનાં નામ પ્રતાપ, અરુણ, શંકર ગૌડા, સુધી અને એચ એસ નટરાજ નોંધાયેલા હતા.
દુર્ઘટનાની
સૂચનાના વિસ્તારમાં સતત વરસાદ પડી રહ્યો હતો અને ગાઢ વાદળો હતા. જેનાં પરિણામે હેલીકોપ્ટરનું
લોકેશન મેળવવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. અલગ અલગ ટીમોએ બદરીનાથ અને જોશીમઠ
વચ્ચેના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ અગાઉ પણ ચારધામ યાત્રા દરમિયાન
હેલીકોપ્ટરર્સની બે ઇમર્જન્સી લેન્ડિંગ થઈ હતી. જેમાં એક ઘટના રૂદ્રપ્રયાગમાં ખરાબ
હવામાનનાં કારણે થઈ હતી જ્યારે બીજી ઘટના ટિહરીમાં ટેકનિકલ ખરાબીનાં કારણે બની હતી.