• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

પ્રદૂષણ સામે રાજ્યોએ માત્ર 40 ટકા કામ કર્યું

કમિશનની ડેડલાઇન ચૂકી ગયા

નવી દિલ્હી, તા. 30 : દિલ્હી સહિત આસપાસનાં શહેરોમાં હવાની ગુણવત્તા ખરાબ અને અતિ ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ છે. શિયાળામાં પ્રદૂષણ વધવાની આશંકા વચ્ચે પણ દિલ્હી અને આસપાસનાં રાજ્યોમાં પ્રદૂષણ ઘટાડવા માટેની કામગીરી અધૂરી છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને પંજાબે તેમની વાર્ષિક એક્શન પ્લાનમાં નક્કી કરાયેલા ઉપાયોમાંથી અત્યાર સુધી માત્ર 40થી 60 ટકા કામગીરી જ પૂર્ણ કરી છે.

અધિકૃત સૂત્રોના જણાવ્યા અનુસાર આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ જાન્યુઆરીમાં નેશનલ કેપિટલ રિજન અને આસપાસના વિસ્તારો માટેના કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ સમક્ષ એક્શન પ્લાન રજૂ કર્યા હતા. ફેબ્રુઆરીમાં આ યોજનાઓને અંતિમ સ્વરૂપ અપાયું હતું. પ્રદૂષણ વધે તે પહેલાં 31 ઓક્ટોબર સુધીમાં મોટાભાગનાં પગલાં પૂર્ણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, પરંતુ અનેક રાજ્યો નિર્ધારિત સમયમર્યાદા ચૂકી ગયાં છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક