શ્રીલંકાના સ્પિનર રંગાના હેરાથને પાછળ છોડÎો
ડાર્વિન, તા.13 ઃ ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે ટેસ્ટ ક્રિકેટમાં વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરી છે. તે ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનારો ડાબોડી બોલર બન્યો છે. સ્ટાર્કે બાંગ્લાદેશ વિરુદ્ધના પ્રથમ ટેસ્ટમાં શાહમાન ઈસ્લામને આઉટ કરી આ રેકોર્ડ પોતાનાં નામે કર્યો છે. સ્ટાર્કે શ્રીલંકાના ડાબોડી સ્પિનર રંગાના હેરાથને પાછળ રાખી દીધો છે. હેરાથનાં નામે 433 ટેસ્ટ
વિકેટ છે. સ્ટાર્કની હવે 106 ટેસ્ટમાં
434 વિકેટ થઈ છે. આ ઉપરાંત સ્ટાર્કે 434 વિકેટ
સાથે ભારતના પૂર્વ મહાન ઓલરાઉન્ડર કપિલ દેવની બરાબરી કરી છે. કપિલે 131 ટેસ્ટમાં
434 વિકેટ ઝડપી હતી. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેના ડાબોડી બોલરોની સૂચિમાં મિચેલ સ્ટાર્ક (434) અને રંગાના હેરાથ (433) પછી ત્રીજા સ્થાને પાકિસ્તાનનો વસીમ અકરમ (414) છે. આ પછી અનુક્રમે ન્યુઝીલેન્ડનો ડેનિયલ વિટ્ટોરી (362), શ્રીલંકાનો
ચામિંડા વાસ (355) અને ભારતનો રવિન્દ્ર જાડેજા (348) છે.