ચંદ્ર
ઉપર બનશે માણસોનું નવું ઠેકાણું : ભારતમાં અમેરિકી દૂતાવાસે આપી જાણકારી
નવી
દિલ્હી, તા. 12 : ભારત અને અમેરિકા વચ્ચે અંતરીક્ષ સહયોગને નવી દિશા મળવા જઈ રહી છે.
અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાએ ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ને પોતાના મહત્ત્વપૂર્ણ
‘મૂન બેઝ પ્રોગ્રામ’માં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે. ભારતમાં અમેરિકી દૂતાવાસે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર કહ્યું હતું કે, માનવતાની આગામી મોટી છલાંગ શરૂ
થઈ ચૂકી છે. નાસા ચંદ્ર ઉપર બેઝ બનાવી રહ્યું છે, જે માનવતાનું પહેલું સ્થાયી આધાર
કેન્દ્ર બનશે. દૂતાવાસ અનુસાર આ બેઝ ચંદ્ર ઉપર વૈજ્ઞાનિક શોધને આગળ વધારશે અને મંગળ
ઉપરના માનવ મિશનમાં મદદ કરશે. અમેરિકાના ભારતમાં દૂતાવાસ સર્જીયો ગોરે પણ આ મામલ જાણકારી
શેર કરતા કહ્યું હતું કે, નાસાએ ઈસરોને મૂન બેઝ પ્રોગ્રામમાં સામેલ થવા માટે આમંત્રણ
આપ્યું છે. જેનાથી ભારત અને અમેરિકા વચ્ચે અંતરીક્ષમાં આગળના મિશનમાં સહયોગ વધારે મજબૂત
બનશે.