નવી દિલ્હી, તા. 13 : લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીએ અલ્હાબાદ હાઇ કોર્ટના એક આદેશ સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આદેશમાં હાઇ કોર્ટે સીબીઆઈ અને ઈડીને રાહુલ ગાંધીન સામે આવકથી વધારે સંપત્તિની ફરિયાદની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે જ એક અન્ય અરજી દાખલ કરીને કેસને અલ્હાબાદ હાઇ કોર્ટમાંથી દિલ્હી હાઇ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની પણ માગણી કરી છે. રિપોર્ટ અનુસાર આ મામલો કર્ણાટકના રહેનારા એક ભાજપ કાર્યકર્તા વિગ્નેશ શિશિરની ફરિયાદથી સંબંધિત છે. તેમણે આરોપ મૂક્યો હતો કે રાહુલ ગાંધી પાસે આવકથી વધારે સંપત્તિ છે. આ ફરિયાદ ઉપર સુનાવણી કરતા અલ્હાબાદ હાઇ કોર્ટે મે મહિનામાં સીબીઆઇ અને ઈડીને નિર્દેશ આપ્યો હતો કે કાનૂન અનુસાર આરોપોની તપાસ કરવામાં આવે.