બાબર
આઝમની ટોપ ટેનમાં વાપસી
દુબઇ
તા.12: આઇસીસી તરફથી આજે નવા ટેસ્ટ ક્રમાંક જાહેર થયા છે. જેમાં ભારતનો સ્ટ્રાઇક બોલર
જસપ્રિત બુમરાહ 21 મહિનાથી બોલિંગ ક્રમાંકમાં ટોચ પર યથાવત્ છે. બુમરાહ નવેમ્બર-2024થી
પ્રથમ સ્થાને યથાવત્ છે જ્યારે રવીન્દ્ર જાડેજા પાછલા 1556 દિવસથી ટેસ્ટ ફોર્મેટનો
નંબર વન ઓલરાઉન્ડર છે. તે 9 મે, 2022થી ટોચ પર છે. બીજી તરફથી ભારતીય કપ્તાન શુભમન
ગિલ વન ડે બેટિંગ ક્રમાંકમાં ટોચ પર યથાવત્ છે.
જ્યારે
પાક. કપ્તાન બાબર આઝમે બે વર્ષ બાદ ટેસ્ટ બેટિંગ ક્રમાંકમાં ટોપ ટેનમાં એન્ટ્રી કરી
છે. વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધની શ્રેણીના સારા પ્રદર્શનનું તેને ઇનામ મળ્યું છે. બાબર વર્ષ
2024 સપ્ટેમ્બર ટોપ ટેનમાં પરત ફર્યા છે. તે હાલ
10 નંબર પર છે. તેને પાંચ સ્થાનનો ફાયદો થયો છે. ટ્રેવિસ હેડ ટોપ પર યથાવત છે.
ટેસ્ટ ક્રમાંકમાં ગિલ 7 નંબર પર છે. જ્યારે જયસ્વાલ નવમા ક્રમાંકે છે.