અમરેલી, તા.13: ધારી તાલુકાના ચલાલા ગામે દાનેવ સોસાયટીમાં રહેતા સૂર્યવિરભાઇ દિલુભાઇ વાળા નામના ખેડુતની વાડી કરેણ ગામમાં આવેલી છે. જે વાડીની બાજુમાં ગોંડલ રહેતા આરોપી ધર્મેન્દ્ર મનસુખભાઇ ગજેરાની વાડી આવેલી હોય જે બાબતે આરોપીએ ખેડૂતને જમીનમા વાવેતર નહીં કરવા તથા ટ્રેક્ટર નહીં ચલાવવા ધમકી આપી હતી. જે બાબતે ખેડૂત ગત તા.12ના ચલાલા પોલીસ સ્ટેશન રજુઆત કરવા આવ્યા હતા. તે સમયે ધારી તાલુકાના મીઠાપુર (ડુંગરી) ગામે રહેતા આરોપી ઉપેન્દ્ર વલકુભાઇ વાળાએ કાર પૂરઝડપે ચાલાવી ખેડૂતને મારી નાખવા ઇરાદે, ખેડૂતના મોપેડ ઉપર ચડાવી દીધી હતી. બાદમાં આરોપીએ ગાડીમાથી ઉતરી લોખંડનો પાઇપ વડે માર મારી ‘ધર્મેન્દ્રભાઈની જમીન ભૂલી જા જે, નહીતર રૂ.10 લાખ આપી દે.’ તેમ કહી ખંડણી માંગીને, ખેડૂતને જાનથી મારી નાખવા ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.