• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

T-20માં મિચેલ માર્શનો કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રનનો રેકોર્ડ

લંડન, તા.11 : ઓસ્ટ્રેલિયાના ટી-20 કેપ્ટન મિચેલ માર્શે વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરી છે. એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન કરનારો તે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બન્યો છે. મિચેલ માર્શે ધ હંડ્રેડ લીગમાં સનરાઇઝર્સ લીડ્સ તરફથી રમતા વેલ્શ ફાયર ટીમ વિરુદ્ધ 34 દડામાં 50 રનની ઇનિંગ રમી હતી. આ અર્ધ સદી સાથે વર્ષ 2026માં ટી-20 ફોર્મેટમાં તેના રનનો આંકડો 1502 પર પહોંચી ગયો છે. આ રેકોર્ડ તેણે 35 મેચમાં બનાવ્યો છે.

આ પહેલા ઓસ્ટ્રેલિયા તરફથી એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રનનો રેકોર્ડ ટિમ ડેવિડનાં નામે હતો. તેણે 2022માં 73 ટી-20 મેચમાં 1461 રન બનાવ્યા હતા. આ સૂચિમાં આ પછી અનુક્રમે ટ્રેવિસ હેડ (2024-1442 રન), એરોન ફિંચ (2018-1350 રન), ડાર્સી શોર્ટ (2018-1746 રન) અને ડેવિડ હસ્સી (2010-1275)નાં નામ છે.

મિચેલ માર્શ આઇપીએલ-2026ની સિઝનમાં પણ શાનદાર ફોર્મથી બેટિંગ કરીને લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી 13 મેચમાં 563 રન બનાવ્યા હતા. ધ હંડ્રેડમાં તે 7 મેચમાં 374 રન કરી ચૂક્યો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક