• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

કોલમ્બિયામાં ભૂકંપથી તબાહી : મૃત્યુઆંક 132

 દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં સોમવારે આવેલા તીવ્ર ભૂકંપે ભારે વિનાશ નોતર્યો છે. કોલંબિયાના પશ્ચિમી વિસ્તારમાં આવેલા 7.4ની તીવ્રતાના આ ભૂકંપના મૃત્યુઆંક વધીને 132 પર પહોંચી ગયો છે, જ્યારે 570થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાની સત્તાવાર પુષ્ટિ કોલંબિયા સરકારે કરી છે. કુદરતી હોનારતની આ ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે કોલંબિયા સરકારે સોમવારે જ દેશમાં ‘રાષ્ટ્રીય આપત્તિ’ જાહેર કરી દીધી હતી. કોલંબિયાના પ્રમુખે બોગોટાથી માહિતી આપતા જણાવ્યું હતું કે, આ શક્તિશાળી ભૂકંપને કારણે દેશભરમાં 1,575 મકાનને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત, દેશના 6 એરપોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન થતાં તમામ કોમર્શિયલ ફ્લાઇટ્સનું ઓપરેશન તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. આ ભૂકંપની અસર રાજધાની બોગાટામાં જ નહીં પરંતુ પડોશી વેનેઝુએલા અને ઇક્વાડોરમાં પણ જોવા મળી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક