અમરેલી, તા.11 : અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનાં હાવતડ ગામે બનેલી ચોંકાવનારી ઘટનામાં સવારના આશરે નવેક વાગ્યાના અરસામાં હાવતડ ગામે રહેતા મીત જસવંતભાઈ દેવાણી નામના શખસે તે જ ગામે રહેતાં શાંતુબેન કાનજીભાઇ કેવડિયા નામનાં 80 વર્ષીય વૃદ્ધાનાં ઘરની દીવાલ કૂદી ઘરમાં અપપ્રવેશ કરી તેણીને ઢીકો મારી નીચે પછાડી દઈ શરીર પર બેસી ગળું દબાવી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને વૃદ્ધાનાં કાનમાં પહેરેલા આશરે રૂપિયા 1,00,000ની કિંમતના સોનાની સરવાળા બન્ને બુટિયા લૂંટી લીધા હતા તેમજ જો આ બાબતે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા, જે અંગે ભોગ બનનાર વૃદ્ધા દ્વારા આરોપી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.