• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

અકળાયેલા ચીનને

જવાબ : અરુણાચલ ભારતનો ભાગ છે અને રહેશે

નવીદિલ્હી,તા.11: પૂર્વોત્તર ભારતના રાજ્ય અરુણાચલ પ્રદેશમાં 27 સ્થળો અને વિશિષ્ટ સ્થળોને ભારતના સત્તાવાર નકશામાં તેમના પ્રમાણભૂત નામોથી ઓળખાવવાના ભારતના પગલાથી ચીન અકળાયું છે. સોમવારે ચીને આ અંગે વાંધો ઉઠાવ્યો હતો, જેને નવી દિલ્હીએ સંપૂર્ણપણે ફગાવી દીધો છે અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, અરુણાચલ પ્રદેશ ભારતનો ભાગ છે અને હંમેશાં રહેશે. વિદેશ મંત્રાલયે આજે ફરીથી જણાવ્યું હતું કે, અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ છે અને આ સત્યને કોઈ બદલી શકે નહીં. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ચીનના વાંધા અંગે પૂછાયેલા સવાલોના જવાબમાં કહ્યું હતું કે, અરુણાચલ પ્રદેશ ભારતનો અતૂટ અને અભિન્ન ભાગ છે. ભારતના સત્તાવાર નકશામાં ઔપચારિક રીતે દર્શાવવામાં આવેલા 27 સ્થળોમાં એલએસી પાસે આવેલા લોંગ જૂનો પણ સમાવેશ થાય છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક